પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

(પૃ. ૭૯)માંની આવી નારીસૃષ્ટિએ વરવા રૂપે પોતાની રૂપજ્યોતિમાં ક્યાંક જીવંત માનવતાની મૂર્તિ સમાન સાધુત્વનો ધ્વંસ કર્યો છે તો ક્યાંક કલા કરતાં કલદારને વિશેષ મહત્ત્વ આપી કલાનું વગોવણું કર્યું છે. સામે પક્ષે 'અનારાં દેવી' (પૃ. ૬૮)માંની અનારાં દેવી, 'રાધા ને કહાન' (પૃ. ૧૧૬)માંની રાધા- 'કાદવનું કમળ' (પૃ. ૧૫૪)માંની વસંતસેના, 'સરસ્વતી ને લક્ષ્મી'માંની ગોવાનીઝ મોડેલ યુવતી એ ગણિકાજીવન જીવતી એવી યુવતીઓ છે જે સાચા અર્થમાં કાદવમાં કમળ છે, જેમણે પોતાના જીવનને સત્કર્મોની સુવાસથી મહેંકાવ્યું એટલું જ નહીં, અન્યની જિંદગીમાં ધૂપ સુગંધ પણ ફેલાવી.

નારીલક્ષી વાર્તાસંગ્રહ હોઈને અહીં લેખકનો કૅમેરો નારીના વૈવિધ્યવંતા રૂપ-સ્વરૂપ આકર્ષવા તરફ જેટલો સજાગ રહ્યો છે એટલો સંગ્રહની નરસૃષ્ટિ તરફ રહ્યો જણાતો નથી. આમ છતાં કણની દુનિયાનો માણસ સામયિક (અંગના, પૃ. ૩), 'નન્હીજાન' (પૃ. ૧૯)માંનો સ્વામી દયાનંદ સરસ્વતીનો મારનાર કલવો ઉર્ફે જગન્નાથ, લોકક્રાંતિકાર અને સત ધરમની ધજાને અણનમ રાખવા સતત મથનાર રાવ દુર્ગાદાસ (મીઠી મણિયારણ, પૃ. ૩૨) ધર્મની આડ લઈ સ્વકર્તવ્ય તરફ અભાન બનનાર કમલમેરનો રાજવી આશરાજ (જનેતાની જોડ, પૃ. ૪૩), પોતેના રાજ્યસિંહાસન અપાવનાર જનની અનારાં દેવીને અમર બનાવવા માટે મથતો રાજા જશવંતસિંહ (અનારાં દેવી, પૃ. ૬૦), પરસ્ત્રી તરફ આંખ ઊંચી કરીને જોવામાં પણ પાપ માનનાર દુર્ગાદાસ અને પોતાની પત્ની અન્યની પ્રેમિકા છે એવું જાણતા ભગિનીરૂપે એના શીલનો રક્ષક બનનાર સાવનસિંહ (પૃ. ૮૬, ફૂલાંદેનો ચૂડો), સાધુ દ્વારા પોતે સ્વીકારેલા નિયમને ખાતર પોતાને મળેલું સર્વસ્વ ન્યોછાવર કરનાર કઠિયારો કહાન (રાધા અને કહાન, પૃ. ૧૧૭), અપ્રિયને પ્રિય કરી પત્નીની અનેક પ્રકારે સતામણીની વચ્ચે પણ સહનશીલ, નમ્ર અને ઉદાર રહેલો મહાશતક (પૃ. ૧૦૦ અણગમતી) લેખકને હાથે ઠીક નિરૂપાયા છે.

સંગ્રહમાં ક્યાંક ક્યાંક ગદ્યશૈલીની અવાજ કે દૃશ્યને પ્રત્યક્ષ કરતી આગવી લઢણ જેવી કે 'વાત વાતમાં કાબરની જેમ લોકો ચીંવી ચીંધી કરી મૂકે' (પૃ. ૩), કોયલની બાનીની લોકોને હસાવી મૂકે (પૃ. ૩), કેટલાક અજાણ્યા શબ્દપ્રયોગ બૂતું (ગજું : પૃ. ૪), જયણા (સાયવણ – જૈન ધર્મનો