પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભિખારણ પણ સર્જકની સિસૃક્ષામાંથી પ્રગટી છે. આ સંગ્રહના કેટલાંક પાત્રો તો એવાં છે કે જે અંધારી રાતમાં આવે છે ને અંધારી રાત આવે તે પહેલાં વિદાય લે છે ફક્ત વૃક્ષ ઉપરનાં પર્ણ પર સત્કર્મનાં બે જલબિંદુ મુકીને ! આથી જ શ્રી ધીરુભાઈ ઠાકર એમના વાર્તાકાર તરીકેના આ પાસાની નોંધ લેતા ઉમંગથી કહે છે : ‘શ્રી જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતાં ચાતકનો રોમાંચક તલસાટ વ્યક્ત કરે છે. અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘૂઘવાટ સંભળાવે છે.’ (પ્રસ્તાવના – ‘ચાતક અને જલબિંદુ’, પૃ. ૧૦)

સંગ્રહની પહેલી શીર્ષકનામી વાર્તા શીલના મહત્ત્વને સમજાવે છે. સુદર્શન શેઠની જૈન ધર્મકથામાંથી વસ્તુ પસંદ કરીને વાર્તાકારે અહીં કથાગોફ રચ્યો છે. વણિક શ્રેષ્ઠી સુદર્શનના રૂપસૌંદર્ય તરફ આકર્ષાતી એ જ નગરની રાણી એને ગુપ્ત રીતે પોતાના મહેલમાં બોલાવી દેહદાન માગે છે. પહેલી વખત તો સુદર્શન પોતે પુરુષત્વહીન છે, એવું જુઠાણું બોલીને રાણી પાસેથી છટકે છે. પણ જ્યારે રાણીને આ વાતની જાણ થાય છે ત્યારે બમણા વેરથી એને બોલાવી પોતાને વશ થવા અથવા શૂળી ઉપર ચડવા કહે છે. સુદર્શન શૂળી પસંદ કરે છે પણ દેહના ભયે શીલને વેચતો નથી. સુદર્શનની આ મક્કમતા રાણીના આંતરચક્ષુને ખોલીને એને પશ્ચાત્તાપની આગથી પાવન બનાવે છે. શ્રેષ્ઠી સુદર્શન માટે આમ રાણી શીલસુવર્ણની કસોટીનો પથ્થર બને છે. વાર્તામાં સુદર્શનની મક્કમતા, દેહના ભાગે પણ શીલ જાળવવાની તમન્ના સરસ ઊપસ્યાં છે. વાર્તાના સંવાદો ટૂંકા, સચોટ અને વ્યક્તિત્વદ્યોતક છે.

પ્રસિદ્ધ સૂફી સંત મજૂર જેણે પોતાને લાધેલું જ્ઞાન નીડરપણે સમાજ સમક્ષ મૂકવા માટે થઈને હસતા હસતા મોતની સજા સ્વીકારી પણ ધર્મ, સંપ્રદાય કે સમાજનો ડર ન રાખ્યો એવા સંતની કથા ‘મન્સૂરને મોત મંજૂર’માં વાર્તાકાર એક જ સંદેશ આપે છે કે સાચો ધર્મ સમજનારમાં નીડરતા હોવી જોઈએ. પોતે જે સત્યને જાણ્યું હોય, માણ્યું હોય એને નિર્ભીકપણે અભિવ્યક્ત કરતાં એણે કોઈનો ડર ન રાખવો જોઈએ.

‘ભવરણના સિપાહી’ અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભક કવિ નર્મદને પોતાના જીવનની ભવાઈ ધીરજથી જોવાનો જે વખત આવ્યો તેને