પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સામે દુશ્મની વહોરી લીધી એવા બાલ ગંગાધર તિલકને પોતાના જ મિત્રના એક કેસના સંદર્ભમાં કેવું કેવું સહન કરવું પડ્યું, એમની સર્વ શક્તિઓ પારકા અંગ્રેજો દ્વારા નહીં પણ દેશના પોતાના માણસો દ્વારા કેવી રીતે રહેસાતી ગઈ એનું કરુણ છતાં વાસ્તવિક ચિત્ર રજૂ કરતી ‘વિપદા બારે માસ’ વાર્તામાં બાળ ગંગાધરી અણનમ ટેક, અંગ્રેજોનું સ્વાર્થયુક્ત અને જોહુકમીભર્યું ન્યાય અને વહીવટીતંત્ર, અને મિત્રોની અમિત્રતા સુંદર રીતે ઊપસી છે.

નાનાં નાના રાજ્યોમાં વિભક્ત ભારતના રાજતંત્રને એક તારે બાંધવા માથાભારે રાજ્યો અને રાજવીઓને સંધિ કરવા મજબૂર કરનાર ન્યાય અને સત્યની ધજાના ધારક એવા લોખંડી પુરુષ વલ્લભભાઈની કાર્ય કરવાની પદ્ધતિ વર્ણવતી ‘તેજમૂર્તિ’ વાર્તા જૂનાગઢના રાજવીના પ્રસંગને નિમિત્ત બનાવી તેજમૂર્તિ તરીકેના સરદારના વ્યક્તિત્વને જેમ એક બાજુ ઉપસાવે છે તેમ બીજી બાજુ દેશી રાજવીઓની આથમતી જાહોજલાલી અને વ્યક્તિત્વહીનતાને પણ વર્ણને છે. વાર્તાકારનું ગદ્ય ક્યાંય આલંકારિત બનીને પાત્રને આવું ઉપસાવે છે જેમકે ‘નિરવ પ્રભાતની જેમ મૌન સરદાર’ (પૃ. ૩૭).

‘કલાકારનું તપ’માં મનની મોજ ખાતર કલાદેવીને ચરણે બેસી તપ કરનાર એક છબીકાર શ્રી ભેદવારની કલાસાધનાને વ્યક્ત કરતો પ્રસંગ નિરૂપાયો છે તો મજૂરપ્રવૃત્તિના ઉદાર આગેવાન શેખ અબુબકરની મજૂરોના કલ્યાણ માટેની જાનફેસાની કથા રજૂ કરતી ‘ખાંભી ન ખોડાણી’ વાર્તામાં આજથી અઢીસો વર્ષ પહેલાનું અણદાવાદનું રાજકારણ નિરૂપાયું છે જ્યારે ગુજરાત દિલ્હીના તાબામાં હતું એ વખતે આલમગીર ઔરંગઝેબને નામે અમદાવાદમાં મજૂરો ઉપર ત્રાસ ગુજારતા સુબાના જૂલ્મની કથા કહેતી આ વાર્તા એક અપ્રસિદ્ધ વ્યક્તિના હૃદયમાં વસેલી ઊંચેરી માનવતાનું મોંઘેરું દર્શન કરાવે છે.

ગુજરાતના એક અપ્રતિમ કલાકાર હરદેવ ચાચરિયાકને પાત્ર બનાવતી ‘હરદેવ ચાચરિયાક’ વાર્તા કથાનાયક દ્વારા થતાં ગુરુતર્પણની વાતને રજૂ કરે છે. સુખદેવ ચાચરિયાકની કથાસિદ્ધિને પડકારીને ગોવિંદ ચાચરિયાક નામના