પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુનિ જિનવિજયજીની પુસ્તકોમાં વસેલા જ્ઞાનખજાનાને બચાવી લેવાની, સાચવી લેવાની ઝંખના વ્યક્ત કરતી ‘તમન્ના’ વાર્તામાં મુનિનું જ્ઞાન અને સાહિત્યપ્રિય વ્યક્તિત્વ ઠીક ઊપસ્યું છે.

સંગ્રહની અંતિમ વાર્તા છે ‘મગરૂબી’ દેશનાં દુઃખો દૂર કરવા પોતાનાં દુઃખોને ઓગાળી પીનાર, પુત્રને ગળથૂથીમાં જ દેશના ભૂતકાલીન પ્રતાપનું અને વર્તમાન અધઃપાતનું પાન કરાવનાર અભુત નારીરત્ન જિજાબાઈનું વ્યક્તિચિત્ર વાર્તામાં કલાત્મક ઢબે ઊપસ્યું છે. શિવાજીની માતા જિજાબાઈની અંગત દુઃખોથી ભરી જિંદગી વાર્તામાં જિજાબાઈને ‘દયામણી’રૂપે નથી ઉપસાવતી. દુઃખોને ઓગાળી પીનાર એક મગરૂબીભરી નારીનું ઔદાર્યયુક્ત રૂપ વાર્તામાંથી ઊપસે છે.

માણસને બનાવનાર અને બગાડનાર એવા મનની કેળવણીને કલારૂપ, વાર્તારૂપ બક્ષીને નિરૂપનાર જયભિખ્ખુએ ‘મનઝરૂખા’માં જે વાર્તાઓ આપી છે એમાંથી માનવજીવનના મનઝરૂખાનાં વૈવિધ્યવંતા નકશીદાર રૂપસ્વરૂપો પ્રગટ થાય છે. કેટલીક વાર્તાઓમાં કલાત્મકતાને ભોગે ઉપદેશે પ્રાધાન્ય મેળવ્યું પણ છે. આમ છતાં જીવનધર્મી વાર્તાકારનું આ સર્જન માનવજીવનઘડતરમાં સહાયરૂપ અવશ્ય થાય છે.

'પગનું ઝાંઝર' :

સંસારના બે અપ્રતિમ બળો કામ અને યોગ - જે વ્યક્તિને માટે ક્યારેક પગનું ઝાંઝક તો ક્યારેક પગની જંજીર બને છે એ બળોની તાકાતનો પરિચય કરાવતી, એ બળોને કેળવણી આપવાનું કાર્ય કરતી ‘પગનું ઝાંઝર’ વાર્તાસંગ્રહની અઢાર વાર્તાઓ વાર્તાકાર જયભિખ્ખુની એક ચોક્કસ વિચારસરણીને લઈને આવે છે. વાર્તાકાર માને છે કે ઝાંઝરને જંજીર કે જંજીરને ઝાંઝર બનાવવાનું કામ મન કરે છે એથી એની કેળવણીમાં જ વ્યક્તિની સાચી મહત્તા છુપાયેલી છે. આ સંગ્રહમાં લેખક માનવમનના આ બંને પાસાને અભિવ્યક્તિ કરતી વાર્તાઓ આપે છે.

સંગ્રહની પ્રથમ વાર્તા ‘મહાત્મા’માં કામની શક્તિ અને યોગની તાકાતનું દ્વંદ્વ્ બતાવ્યું છે. વાર્તામાં પગની જંજીર જેવો કામ ઋષિપત્ની રુચિને પશ્ચાત્તાપની આગમાં પ્રજાળી પગનું ઝાંઝર બને છે તો મહાત્માપદ પ્રાપ્ત કરેલ યોગીના મનનો દર્પ પગની જંજીર બને છે તો મહાત્માપદ પ્રાપ્ત