પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાચનારીઓ એની સાથે ચિતામાં બળી મૂઈ. સાચા સતીપદની અધિકારિણી આ કલાધારિત્રી નારીઓનું સ્મારક આજે પણ કચ્છની ધરતી ઉપર મોજૂદ છે.

એક નાનકડી વિકારની બૂ માનવજીવનમાં કેવાં દુષ્પરિણામોની વાહક બને છે અને એમાં ય તે જેની રક્ષણની જવાબદારી હોય એવા પ્રજાપાલક રાજાની આંખ જ જ્યારે પ્રજાની બહેન-બેટીના શીલના શિકાર આરંભે ત્યારે એવાએથી સ્વધર્મનું રક્ષણ કરવા શીલવંત માનવીએ કેવો મોટો ભોગ આપવો પડે છે એ વર્ણવતી ‘માનુ ધડ’ વાર્તા સૌરાષ્ટ્રના ઝાલાવાડ પંથકની જન્મે બ્રાહ્મણ પર સ્વધર્મ ગરાસણી એવી નારીના અનુપમ શૌર્યને વર્ણવે છે. જાનોખા રૂપસૌંદર્યની રાણી ગિરિજા ગરીબ બ્રાહ્મણની પત્ની હતી. પતિના મૃત્યુ બાદ જ્યારે એનું રૂપ રાજના ધણી માટે નશો બની ગયું અને એમાંય જ્યારે ગિરજાના ખુદના પુત્રે રાજા દ્વારા થતા માના રૂપનાં વખાણને ભોળા ભાવે સ્વીકારી લીધા ત્યારે માનું દૂધ પોતાના બલદાન દ્વારા પુત્રને સ્વધર્મની સાચી કેળવણી તો આપે જ છે પણ પરસ્ત્રી તરફ આંખ ઉઠાવનાર રાજાને પણ પદાર્થપાઠ શીખવે છે.

‘એક ગોરી એક શામળી’ ગોરી અને શામળી બહેનોના આંતર- રૂપસૌંદર્ય જેની સાચી કદર દુનિયાએ ન કરી, સાચી ઓળખાણ ન મેળવી અને એને કારણે સર્જાયેલા અનર્થને વર્ણવતી વાર્તા છે.

‘ત્રણ વૃક્ષો’ સંગ્રહની ઉપદેશપ્રધાન વાર્તા છે જેમાં એક રાજવીને સાધુ દ્વારા જીવનનું થતું સત્યદર્શન વર્ણવાયું છે. જે રાજા પોતાના રાજ્યને સૌરભવંતુ બનાવવા ઇચ્છતો હોય એણે શ્રણ, આનંદ અને સચ્ચાઈને પોતાના રાજ્યનાં વૃક્ષો રૂપે વાવવાં જોઈએ અને પોતે રાજા, સેવક અને સાધુ એવા જીવનના ત્રણ ટપ્પામાં મુસાફરી કરવી જોઈએ. મધ્યબિંદુ જેવું રાજકારણ એ છેવટે કેવું દુર્ગંધમય નીવડે છે એ વર્ણવતી આ વાર્તા સદ્જીવનનો બોધ આપે છે.

‘શાપ કે વરદાન’ વાર્તામાં આજના સ્તૈણ થતા જતા યુગ તરફ એક પૌરાણિક વાર્તા દ્વારા ચોટ લગાવવામાં આવી છે. રાજા ભંજદેવે અગ્નિદેવની આરાધના કરીને પુત્રપ્રાપ્તિનું વરદાન મેળવ્યું. અગ્નિની આરાધનાથી ખફા થયેલા ઇન્દ્રના શાપને કારણે એક સરોવરના સ્નાન કરતા રાજાનું