પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાસંગ્રહ વાર્તાનું નામ કઈ નવલકથામાંથી
વસ્તુ મળ્યું ?
ઉપવન અમરકોલ પ્રેમાવતાર
ઉપવન રાજાધિરાજ નરકેસરી
વીરધર્મની વાતો પિતૃહત્યાનું પુણ્ય કામવિજેતા
વીરધર્મની વાતો અમર દામ્પત્ય પ્રેમાવતાર
વીરધર્મની વાતો ભા.૪ તિતિક્ષા શત્રુ કે અજાતશત્રુ
વીરધર્મની વાતો ભા.૪ તેજોલેશ્યા શત્રુ કે અજાતશત્રુ
વીરધર્મની વાતો ભા.૩ વીરની ક્ષમા મત્સ્યગલાગલ
વીરધર્મની વાતો ભા.૩ સહુ ચોરના ભાઈ મસ્યગલાગલ
વીરધર્મની વાતો ભા.૩ આત્મહત્યા શત્રુ કે અજાતશત્રુ
અંગના મીઠી મહિયારણ બૂરો દેવળ
અંગના અનારાંદેવી બૂરો દેવળ
અંગના ફૂલાંદેનો ચૂડો બૂરો દેવળ
વીરધર્મની વાતો ભા.૪ સિંહપુરુષ લોખંડીખાખનાં ફૂલ
વીરધર્મની વાતો ભા.૪ ઉત્તરદાયિત્વ લોખંડીખાખનાં ફૂલ

વિષયવૈવિધ્યની દૃષ્ટિએ જયભિખ્ખુની આ વિપુલ વાર્તા સૃષ્ટિને તપાસીએ તો એમાંનુ વસ્તુવૈવિધ્ય આપણું ધ્યાન ખેંચે એવું છે. મોટે ભાગે વાર્તાકારે વાર્તાનું વસ્તુ ઇતિહાસ, પુરાણ, સમકાલીન સમાજ અને સ્વાનુભવમાંથી પસંદ કર્યું છે.

જયભિખ્ખુની કુલ વાર્તાઓમાંથી લગભગ ચોથાભાગની વાર્તાઓ સામાજિક જીવનના વિવિધ પ્રશ્નોને વાચા આપે છે. એમાં ય તે નારીજીવનના વિવિધ પ્રશ્નોને વર્ણવતી વાર્તાઓનું પ્રમાણ સૌથી વધારે છે. ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘કંચન અને કામિની’, ‘અંગના’, ‘કન્યાદાન’, ‘કર લે સિંગાર' વગેરે વાર્તાસંગ્રહોમાંની મોટા ભાગની વાર્તાઓમાં નારીનું સર્જક- વર્ણવ્યું કોઈ ને કોઈ રૂપ સાકાર થયું છે. લેખકની નારીલક્ષી વાર્તાઓમાંથી એક વાત સતત સ્ફૂટ થાય છે અને તે હિંદુસમાજમાં સ્ત્રીનું સ્થાન ‘જૈસે થે’ જેવું જ છે. દેશે અનેક પ્રકારનો રાજકીય, આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં