પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાર્ય આગળ વધતું જાય અને કેન્દ્રવર્તી ભાવ કે વિચારની ગૂંચ તીવ્ર સંવેગ દ્વારા ઊકલતી જાય એવી શબ્દશક્તિ નાટકકારમાં હોવી જોઈએ.

નાટકના વસ્તુમાં વિચાર કે ભાવનાનો સંઘર્ષ ઉપજાવે તેવી ગૂંચ ન હોય તો નાટક જામે નહીં, પરિશ્રમમાં તો સંઘર્ષને નાટકના પ્રાણ તરીકે ઓળખવામાં આવ્યો છે. નાટકમાં સંઘર્ષ બાહ્ય અને આંતરિક બંને પ્રકારનો હોઈ શકે. આંતરિક સંઘર્ષ નાટકના સત્ત્વને મહોરવામાં વધુ ઉપયોગી નીવડે. નાયક-ખલનાયક વચ્ચે થતો સંઘર્ષ બાહ્ય સંઘર્ષ હોય. નાટકમાં સંઘર્ષ સદ્- અસદ્ વૃત્તિઓ વચ્ચે, સદ્-સદ્ વૃત્તિ વચ્ચે પણ હોય. આ આંતરસંઘર્ષ જ નાટકની માર્મિક સચોટ અસર પેદા કરવામાં સહાયભૂત થાય છે. નાટક એ દૃશ્ય અને શ્રાવ્ય બંને રૂપ છે. વાચન વડે મુગ્ધ કરવા ઉપરાંત, ભજવણીથી પણ ચિત્તને હરી ન લે ત્યાં સુધી નાટક સફળ થયું છે એમ કહેવાય નહીં. આમ નાટક વાચિક અને આંગિક બંને પ્રકારનાં અભિનયોની ભારોભાર ક્ષમતા ધરાવતું હોવું જોઈએ. નાટકકારે નાટક વાંચવા કરતાં જોવા-સાંભળવાની ક્ષમતાવાળું જ વધારે બનાવવું જોઈએ. આ ઉપરાંત નાટકમાં વિવિધ ભાવોનું રસસ્વરૂપે સાધારીકરણ થવું પણ આવશ્યક છે. વિવિધ ભાવોને માંડણીથી પરાકાષ્ઠા સુધી પહોંચાડવાની ક્ષમતા કુશળ નાટકકાર પાસે હોવી જોઈએ.

આમ પ્રસંગોનું વૈચિત્ર્યપૂર્વકનું આયોજન, પાત્રોનું વૈશિષ્ટ્ય ભર્યું ચારિત્ર્યગઠન, સંવાદોનું નવીન અર્થછાયાછટાપૂર્ણ સંવેદનસભર આલેખન, નાટકના પ્રાણને વિકસાવતો આંતર - બાહ્ય સંઘર્ષ અને વાચિક - આંગિક અભિનયક્ષમતા, તખ્તાલાયકી નાટકકારને એક સરસ સાચી નાટ્યકૃતિના સર્જનમાં ખૂબ જ મહત્ત્વના બળો રૂપે સફળતા આપી જાય છે.

શ્રી જયભિખ્ખુના નાટકો આ દૃષ્ટિએ તપાસીએ એ પહેલાં એમના સમયે ગુજરાતી નાટકની સ્થિતિનો આછો ખ્યાલ મેળવવો જરૂરી બને ખરો. કાલિદાસે ભલે કહ્યું હોય કે ભિન્ન ભિન્ન રુચિવાળા જનોના મનના સમારાધનનું એક માત્ર સાધન નાટક છે પણ આજના ગુજરાતી સમાજમાં તો એ સ્થાન વાર્તાએ લીધું છે. કાલિદાસે ઉલ્લેખેલ દૃશ્ય નાટક માટે