પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માનવતા મહાન' એ મંત્ર આપ્યો ત્યારે શૂદ્ર જાતિના રોહિણેય નામના ચોરે એનો વિરોધ કર્યો. એણે કહ્યું, “આ તો ઊજળા વર્ગની આપણને નાબૂદ કરવાની ચાલબાજી છે. એ લોકોની વાતો સાંભળશો નહિ. એમની સાથે સમાધાન કરશો નહિ અને આ માટે ખુદ રોહિણેયે મહાવીર-વાણી કદી ન સાંભળવાની પ્રતિજ્ઞા કરી. પ્ર અને પ્રતિજ્ઞા કેવા કપરા સંજોગોમાં તૂટી ને આખરે એનો કેવી રીતે ઉદ્ધાર થયો તેની કથા આ નાટકમાં નિરૂપાઈ છે. મૂળ રેડિયો માટે આ નાટિકા રચાઈ છે. તેથી પાત્રોના આકાર, વેશાલંકાર આદિનાં વર્ણનો વચમાં વચમાં મૂકવા પડ્યાં છે. રચનાકળાની દૃષ્ટિએ જયભિખ્ખુનાં બધાં નાટકોમાં આ નાટક ચડિયાતું છે. એકાંકીની મર્યાદામાં રહીને લેખકે તેમાં ભગવાન મહાવીરની અહિંસા તથા માણસાઈનું ઉદ્‌બોધન કરતી શાંત વાણીનું નાસ્તિક લૂંટારા રોહિણેય ઉપર કેવું અજબ વશીકરણ થાય છે. તેનું ક્રમિક નિરૂપણ કરીને ઉદ્દિષ્ટ હેતુ સાધ્યો છે. રોહિણેય તથા મહામંત્રી અભયકુમારની એકેકથી ચડે તેવી એકબીજાને છેતરવાની બુદ્ધિશક્તિનું નિદર્શન કરતાં ન્યાયકચેરી તથા સ્વર્ગભૂમિના પ્રસંગો રંગભૂમિ ઉપર ઉત્તમ રંગત જમાવે તેવાં દૃશ્યો છે. મહામંત્રીએ રોહિણેયને પકડવા સારુ ગોઠવેલ છદ્મસ્વર્ગના અનુભવ વખતે મહાવીરના વાણીના ભણકારા અચાનક રોહિણેયની આંખ ઉઘાડી નાખે છે ત્યાં નાટકનું પરિવર્તનબિંદુ આવે છે અને પાત્રનું સચોટ અને વાસ્તવિક માનસપરિવર્તન પણ ત્યાંથી આરંભાય છે. વસ્તુ, પાત્ર, સંવાદ વગેરે સર્વ અંગોનો એના કલાવિધાન પરત્વે ઉત્તમ ઉન્મેષ આ નાટકમાં જોવા મળે છે.’

‘બહુરૂપી’ પણ છ પ્રવેશવાળુ નાટક છે. એનાં મુખ્ય પાત્રો છે મનવો ભાંડ, નથમલજી અને નૂરઅલી. બહુરૂપી થઈ વેશ કાઢવામાં કુશળ મનવા ભાંડના જીવનપ્રસંગને આ નાટિકામાં શબ્દરૂપ મળ્યું છે. મારવાડના એક ગામમાં નથમલજી અને નૂરઅલી નામના બે વેપારી મિત્રો રહેતા હતા. મનવો બહુરૂપીનો વેશ લઈ નથમલજી પાસે ગયો. નથમલજીને ખુશ કર્યા. નથમલજીએ એને નૂરઅલીની મશ્કરી કરે તો બમણું ઇનામ આપવા કહ્યું. મનવાએ નૂરઅલીને ભારે બનાવ્યા. બદલામાં નૂરઅલીએ પણ આ મશ્કરા વણિકમિત્રને ખોડ ભુલાવી દેવા માટે મોટું કારસ્તાન કર્યું. એ માટે લાલચ