પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘ઇંટ અને ઇમારત’ નામની જયભિખ્ખુની કોલમ દર ગુરુવારે ‘’ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી. આ કૉલમમાં પ્રસિદ્ધ થયેલા કેટલાક પ્રસંગોને આધારે જયભિખ્ખુએ ‘કૂલની ખુશબો’, ‘મોસમના કૂલ’, ‘કૂલ વિલાયતી’ અને ‘ફૂલ નવરંગ’ માં સમાજજીવનની પ્રસિદ્ધ અપ્રસિદ્ધ વ્યક્તિઓનાં પ્રેરક ચરિત્રને ઉપસાવતા નાના નાના પ્રસંગો રજૂ કર્યા છે. ‘ફૂલની ખુશબો’માં મહાન પુરુષોના જીવનના પ્રેરક પ્રસંગો છે. ‘મોસમનાં ફૂલ’માં સામાન્ય માનવીઓના જીવનના મહાન પ્રસંગો આલેખાયા છે. તો ‘ફૂલ વિલાયતી’ વિદેશી વ્યક્તિઓના હૃદયસ્પર્શી પ્રસંગોને નિરૂપે છે. ‘ફૂલ નવરંગ’માં પ્રકીર્ણ પ્રસંગો છે. માનવતાનું અત્તર પમરાવતું વ્યક્તિત્વ ધરાવતાં, વિવિધ દેશકાળનાં, નાના-મોટાં, પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ, મહાનુભાવી માનવપુષ્પોના જીવનપ્રસંગની પાંખડીઓ ગૂંથીને પોતાના પ્રિય વાચકવર્ગને એક અનોખો પુષ્પહાર ધરવાનો ઉમદા આશય આ ચરિત્રો પાછળ છે. આ સંદર્ભમાં તેઓ ‘ફૂલ વલાયતી’માં કહે છે : ‘અહીં આ ફૂલશ્રેણીમાં આપેલાં ફૂલની ખુશબો જેવા જીવનપ્રસંગો કંઈક માર્ગદર્શક બની શકે તો બને ! ડૂબતાને કોઈક વાર નાનોમોટો તરણો પણ બચાવી શકે... અહીં તો સારું વાચન-અત્તરનું એક પૂમડું – એક સારું તંદુરસ્ત ચિત્ર આપ્યાનો સંતોષ છે.’ (લેખકનું નિવેદન : પૃ. ૫).

‘ફૂલની ખુશબો’માં સતી થવાની પ્રથાને નિર્મૂળી કરી મહાકષ્ટે સમાજનું આ સૈકાજૂનું કલંક ધોનાર રાજા રામમોહનરાય, સમાજના છેલ્લામાં છેલ્લા વર્ગના માણસ ઉપર નીતિજીવનની નિર્મળી છાંટનાર સ્વામી સહજાનંદ, ધર્મને વ્યવહારમાં આચરી બતાવનાર વણિક યોગી શ્રીમદ્ રાજચંદ્ર, સત્યનિષ્ઠા વેદપાઠી ગાંધીજી, દેશભક્તિની પ્રચંડ મૂર્તિ સમાન વિચક્ષણ રાજપુરુષ વિઠ્ઠલભાઈ પટેલ, વ્યક્તિનું નહીં પણ એની ભાવનાનું સ્મરણ ચિંતન કરીને આદર્શ વર્ષગાંઠ ઊજવનાર પૂ. રવિશંકર મહારાજ અને તેમના અંતેવાસીઓ, સંગીતની સાધના કરતાં કરતાં જીવનને વેદના અને ખુમારીથી ભરી દેનાર સ્વરયોગી સાયગલ, સંસારનાં વિષ પીતાં પીતાં જ્ઞાનના અમૃતની શોધમાં જીવન ખતમ કરી દેનાર મણિલાલ નભુભાઈ દ્વિવેદી, રાજાની ખુમારીથી ગરીબાઈનો અંચળો ઓઢીને ગૂર્જર ગિરાને લાડ