પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લડાવનાર કવિવર નાનાલાલ અને બાળપણમાં પ્રભુને જીવન સમર્પિત કરીને ‘શ્રેયાર્થીની સાધના’ તરીકે જીવન વિતાવનાર કિશોરલાલ મશરૂવાળા જેવી વ્યક્તિઓનાં પ્રેરક ચરિત્રો આપ્યાં છે. આ નિમિત્તે ચરિત્રકાર આ વ્યક્તિઓને જેબદાર કલમથી અંજલિ આપે છે.

‘મોસમના ફૂલ’ના પેલા બે પ્રસંગો ‘ન ખત-ન ખબર’ અને ‘યહી ઇન્સા હોગા’ લેખકના ખુદના જીવનપ્રસંગો છે. પાકિસ્તાનના પઠાણ ખાન શાહઝરીન સાથેના જયભિખ્ખુના પ્રેમ અને ખાનના ઊજમાળા ચરિત્રનું એમાં નિરૂપણ છે. ‘દિલનો દેવ દુનિયાનો દાનવ’ સૂરતના ઠાકોરભાઈ ઝવેરીની ઇમાનદારી આલેખે છે. ‘પૂરવના કરમ’માં વાર્તાત્મક ઢબે માનવીના પૂર્વે કરેલાં કર્મોનો બદલો કેવો મળે છે એનું નિરૂપણ છે. તો ‘શંભુ મહારાજ’ સ્વ. પઢિયારજીના ચરિત્રને ઉપસાવે છે. ‘ખડિયામાં ખાંપણ લઈને’માં બહારવટિયા રામવાળાની દિલની દિલાવરીની કથા રજૂ થઈ છે. આપણે આગળ જોયું છે તેમ આ ચરિત્રપુસ્તકમાં જેમના જીવનપ્રસંગો રજૂ થાય છે એ વ્યક્તિઓ પ્રખ્યાત નથી. અહીં તો રજૂ થઈ છે નાનકડા માણસોના જીવનની મોટકડી ઘટના. સ્ટેશનમાસ્તર, ટાંગાવાળો, બહારવટિયો કે પઠાણ જેવા માણસોના અંતરની અમીરાત પ્રસંગ આવ્યે કેવી મહોરી ઊઠી હોય છે એનું નિરૂપણ ચરિત્રકાર જયભિખ્ખુની રસળતી કલમે ભાવવાહી રીતે કર્યું છે.

‘કૂલ વિલાયતી’માં વિદેશી વ્યક્તિઓની મહત્તાનો આવેખ મળે છે. આ ચરિત્રપુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ કહે છે, ‘સામાન્ય માન્યતા એવી છે કે પાશ્ચાત્ત લોકો એટલે જડવાદના પૂજારી, તપ સાધનને ત્યાગની તો ત્યાં તમન્ના કોને ? પણ એ ભ્રમ આ પુસ્તક ખોટો ઠેરવે છે.’ (લેખકનું નિવેદન, પૃ. ૬). આ ચરિત્રપુસ્તકમાં કુલ તેર વ્યક્તિઓનાં જીવનના પ્રસંગો જયભિખ્ખુએ ઉપસાવ્યા છે. ‘સત્યનો પૂજારી’ રશિયાના મહાન સાહિત્યકાર અને સત્યભક્ત લીઓ ટૉલ્સ્ટોયના સત્યનિષ્ઠા અને દર્દભર્યા જીવનને આલેખે છે. સત્યભક્ત એવા આ માનવીને કુટુંબ અને સમાજે સત્યનિષ્ઠાના બદલામાં કેવી આકરી સજા કરી અને છતાં જિંદગીના અંતે પણ એના