પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માધ્યમિક શાળાઓમાં ભણતાં બાળકો માટે એમણે વિદ્યાર્થી વાચનમાળાની યોજના કરી. આ યોજના હેઠળ વિદ્યાર્થી વાચનમાળાની એકથી દસ શ્રેણી અને પ્રત્યેક શ્રેણીમાં ૨૦ પુસ્તિકાઓ એમ ૨૦૦ પુસ્તિકાઓ એમના સંપાદનકાર્ય હેઠળ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયે તૈયાર કરી. એમાંથી ૬૬ પુસ્તિકાઓ પોતે જાતે લખી જ્યારે બાકીની લગભગ ૧૩૪ જેટલી પુસ્તિકાઓ એ વખતના સારા ગણાતા બાળસાહિત્યકારો ધીરજલાલ શાહ, માધવરાવ કર્ણિક, રમણલાલ ના. શાહ, ચુનીલાલ વર્ધમાન શાહ, રમણભાઈ સોની વગેરે પાસે લખાવી અને પોતાની નજર તળે સંપાદિત કરીને એમણે મૂકી.

વિદ્યાર્થી વાચનમાળાની આ વિવિધ શ્રેણીઓમાંની પ્રથમ શ્રેણીમાં ‘શ્રીકૃષ્ણ’, ‘ભગવાન બુદ્ધ’, ‘વીર હનુમાન’, ‘ભડવીર ભીમ’, ‘ચક્રવર્તી ચંદ્રગુપ્ત’, ‘રાજા ભરથરી’, ‘ભક્ત સૂરદાસ’, ‘નરસિંહ મહેતા’, ‘મીરાંબાઈ’, ‘લોકમાન્ય ટિળક’; બીજી શ્રેણીમાં ‘આદ્યકવિ વાલ્મીકિ’, ‘મુનિરાજ અગત્સ્ય’, ‘શકુન્તલા’, ‘દાનેશ્વરી કર્ણ’, ‘સ્વામી વિવેકાનંદ’, ‘પંડિત મદનમોહન માલવિયા’; ત્રીજી શ્રેણીમાં ‘વીર દુર્ગાદાસ’, ‘મહારાણા પ્રતાપ’, ‘સિક્કીમનો સપૂત’, ‘દાનવીર જગડૂ’, ‘સિદ્ધરાજ જયસિંહ’, ‘જગત શેઠ’, ‘વીર વિઠ્ઠલભાઈ’, ‘પ્રો. કર્વે’, ‘એની બેસન્ટ’; ચોથી શ્રેણીમાં ‘રસ કવિ જગન્નાથ’, ‘છત્રપતિ શિવાજી’, ‘સમર્થ સ્વામી રામદાસ’, ‘ચાંદબીબી’, ‘મહાત્મા કબીર’, ‘શ્રી ત્રિભોવનદાસ ગજ્જર’, ‘બાબુ રાજેન્દ્રપ્રસાદ’; પાંચમી શ્રેણીમાં ‘મહારાજા કુમારપાળ’, ‘રાજા રણજિતસિંહ’, ‘લક્ષ્મીબાઈ’, ‘શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર’, ‘શ્રી મહાદેવ ગોવિંદ રાનડે’, ‘શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે’, ‘શ્રી ગોવર્ધનરામ’, ‘શ્રી જવાહરલાલ નહેરુ’, ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’; છઠ્ઠી શ્રેણીમાં ‘કર્મ દેવી અને મેવાડની વીરાંગનાઓ’, ‘સર ટી. માધવરાવ’, ‘ઝંડુ ભટ્ટજી’, ‘શિલ્પી કરમાકર’, ‘સ્વ. હાજીમહમદ’, ‘વીર લધાભા’; સાતમી શ્રેણીમાં ‘વીર કુણાલ’, ‘મહામંત્રી મુંજાલ’, ‘જયકૃષ્ણ ઇન્દ્રજિત’, ‘સયાજીરાવ ગાયકવાડ’, ‘મહાવીરપ્રસાદ દ્વિવેદી’, ‘મહાકવિ ન્હાનાલાલ’, ‘પ્રો. રામમૂર્તિ’, ‘અબ્દુલ ગફારખાન’; આઠમી શ્રેણીમાં ‘કવિ નર્મદ’, ‘કસ્તુરબા’; નવમી શ્રેણીમાં ‘વીર બાલાજી’, ‘પંડિત વિષ્ણુ દિગંબર’