પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને દશમી શ્રેણીમાં ‘પઢિયારજી’, ‘રાજા રવિવર્મા’, ‘શરદબાબુ’, ‘શ્રી મોતીભાઈ અમીન’ વિશેનાં ચરિત્રો મળે છે.

વિદ્યાર્થી વાચનમાળાની વિવિધ શ્રેણીઓમાં પ્રાપ્ત થતાં આ ચરિત્રોની નામાવલિ બતાવે છે તેમ ચરિત્રકારે પોતાના લેખન માટે મહાન અવતારો, ઋષિઓ, સંતો-મહંતો, રાજા-મહારાજાઓ, મહાન નેતાઓ, સાહસ શૂરાઓ, કેટલાક નામી કવિઓ-સાહિત્યકારો, કેળવણીકારોને ચરિત્રવિષયક તરીકે પસંદ કરી એમના ટૂંકા છતાં સચોટ અને પ્રમાણભૂત ચરિત્રો આપ્યાં છે.

‘શ્રી કૃષ્ણ’, ‘ભગવાન બુદ્ધ’, ‘ભડવીર ભીષ્મ’ વગેરે મહાન અવતારોનાં ચરિત્રોમાં ચરિત્રનાયકોનું માનવીય તત્ત્વ એમણે ઉપસાવ્યું છે. સાથે જે ચરિત્રનાયકના જીવનની મુખ્ય ઘટનાઓને ટૂંકાણમાં છતાં રસળતી શૈલીમાં રજૂ કરી આપી છે.

‘આદ્ય કવિ વાલ્મીકિ’ ‘ભક્ત સૂરદાસ’ ‘નરસિંહ મહેતા’ ‘મીરાંબાઈ’ રસકવિ જગન્નાથ માં આપમઈ પ્રાચીન-મધ્યકાલીન કવિસૃષ્ટિને, એમનાં માર્મિક જીવનને અને તેમનાં ચરિત્ર ઘડતાં ઉમદા ચારિત્ર્યને જયભિખ્ખુએ ઉપસાવ્યાં છે. એમાં ‘ભક્ત સુરદાસ’ માં ચરિત્રકારે અકબરના પ્રીતિપાત્ર એવા સૂરદાસનું ભક્તકવિ તરીકેનું ચરિત્ર ઉપસાવ્યું છે. તો ‘નરસિંહ મહેતા’માં નરસિંહની નાગરી નાત, ભક્તજનની મશ્કરીઓ અને રા’માંડલિકે કરેલી નરસિંહની કસોટીઓ તથા મીરાંબાઈ'માં ‘કાચે તાંતણે મને હરજીએ બાંધી’ કહેનારી મીરાંની કૃષ્ણ તરફની ભક્તિ અને શ્રદ્ધાને હોંશીલી વાણીમાં નિરૂપ્યાં છે.

‘મુનિરાજ અગત્સ્ય’, ‘દાનેશ્વરી કર્ણ’, ‘રાજા ભરથરી’, ‘શકુંતલા’ વગેરેમાં જયભિખ્ખુએ આપણા ઋષિઓ અને પુરાણપ્રસિદ્ધ પાત્રોને બાળકોમાં એમના ઉમદા ચરિત્ર તરફ સદ્ભાવ જન્મે એ રીતે ઉપસાવ્યાં છે.

‘લોકમાન્ય તિલક’, ‘ગોપાલકૃષ્ણ ગોખલે’, ‘શ્રી મહાદેવ ગોવિંદ રાનડે’, ‘શ્રી જવાહરલાલ નહેરુ’, ‘શ્રી સુભાષચંદ્ર બોઝ’, ‘વીર વિઠ્ઠલભાઈ’, ‘બાબુ રાજેન્દ્રપ્રસાદ’, ‘કસ્તુરબા’ જેવા નેતાઓનાં ચરિત્રોમાં બાળભોગ્ય