પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પત્રકાર જયભિખ્ખુની વાત કરીએ ત્યારે પત્રકારીજગતની પિછાન પણ કરી લેવા જેવી છે. જેને આપણે ‘નિર્ભેળ પત્રકાર’ કહીએ એ વર્ગ છે ‘News Man’નો, જેઓ સંવાદદાતા કે રિપોર્ટર તરીકે કામગીરી બજાવે અને ‘સમાચારો’ના આલેખનમાં જ પોતાની કલમ ચલાવે. એ ‘સમાચાર- પ્રસિદ્ધિ’નું કામ કરનારા પત્રકારો વિગતોના મસાલા સાથે સ્થૂળ-સૂક્ષ્મ ઘટનાઓને આલેખે. અકસ્માતની વાત કરતા હોય ત્યારે બસ કે ટ્રકનો નંબર, ડ્રાઈવરનું નામ, અકસ્માતનું સ્થળ એવી વિગતો પણ ભેગી આવરી લઈને ક્યાંક એ અકસ્માતમાં માર્યા ગયેલા કોઈ લાડકવાયા લાલની માતાનાં આંસુ કે એની પત્નીનાં નંદવાયેલા કંકણની વિગતોનું કલમથી આલેખન કરીને આપણી આંખોને ભીંજવી જાય; ક્યાંક ‘ફન આઈટેમ’ કે ક્યાંક ‘એક્સ્ક્લ્યુઝિવ આઈટેમ’ દ્વારા હસાવી જાય કે સનસનાટી મચાવી જાય. આવા વર્ગની નિષ્ઠા એના શેઠની માન્યતાઓ અને ગમા-અણગમાઓ સાથે સીધી સંક્ળાયેલી હોય અને એ ‘ન્યૂઝ આઈટેમ’ લેવી કે ના લેવી એનો નિર્ણય ક્ષણમાં થઈ જાય. ક્ષણમાં પ્રસિદ્ધ કે ક્ષણમાં કચરાટોપલી એમ એના નિર્ણયો ચાલે.

પત્રકારી જગતમાં બીજો વર્ગ છે. ‘વર્કિંગ જર્નાલિસ્ટો’નો, જે સમાચારો મેળવવા કે લખવા બેસતા નથી પણ આપેલી આઈટેમને કંપોઝ, સેટીંગ, લેઆઉટ, ગેટપ વગેરેથી શણગારીને પ્રજા સમક્ષ મૂકે છે. ત્રીજો વર્ગ છે ‘ડેસ્કમેન’નો જે મોટે ભાગે સૂઝ-સમજદારી અને કૌશલ્યવાળો વર્ગ છે, જે મોટે ભાગે ‘સંપાદનકલા’નો નિષ્ણાત હોય છે. એ ડેસ્કમેન સમાચાર સંપાદન કરે કે લેખ-સંપાદન કરે પણ એમાં એની આગવી રજૂઆત કલા અને ટાઈટલો બાંધવાથી માંડીને ઉઠાવદાર આઈટેમ બનાવવાનું કામ કરે છે. ‘જયભિખ્ખુ’ એ આ પ્રકારનાં કામોમાં પણ પોતાનાં કૌશલ્યો દાખવ્યાં છે જેની વાત આગળ ઉપર આપણે કરવાના છીએ.

ચોથો વર્ગ છે ‘કટારલેખકો’નો જે વર્ગ પ્રેસ સાથે નોકરીના નાતે જોડાયેલો હોતો નથી, પણ પુરસ્કારના ધોરણ પર કે ક્યારેક પુરસ્કાર વિના પણ પ્રેસ સાથે નિયમિત સંકળાયેલો હોય છે. એ રોજ-બરોજ કોઈ ‘હેડપીસ’