પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંપૂર્ણપણે બદલાઈ ચૂકેલો હોવા છતાં એ જ પ્રશ્ન ભિન્ન રીતે કેટલો અર્થઘન બને છે ?

કોઈપણ સર્જક જ્યારે પાત્ર કે પ્રસંગનું આલેખન કરતો હોય છે ત્યારે એના વર્ણનમાં કેવળ શબ્દોની રજૂઆત હોતી નથી પણ શબ્દ સંલગ્ન એકાધિક સંદર્ભો આક્રમણ કરીને એમાંથી યોગ્ય પસંદગી કરવા અને પ્રેરે છે. સર્જક જો પોતે સ્વાધ્યાય-પરિશીલનવૃત્તિ ધારણ કરતો હોય તો એ શૈલીબળે અનેક સાહિત્યિક પરિણામો આપતો રહે છે. ઉપરના આમ્રપાલીના કથનવર્ણનમાં એ પ્રક્રિયા દેખાય છે.

એક બીજો મુદ્દો પણ યાદ રાખવો જોઈએ. સામાન્ય સંજોગોમાં ગદ્ય અને પદ્ય પરસ્પરની ભિન્ન સ્વભાવ-સ્વરૂપનાં છે, એ જાણીતી વાત છે. એવા સંજોગોમાં ગદ્યને મૂલ્યાંકિત કરી આપતી વેળાએ કવિતાનાં ઉપકરણોનો ઉપયોગ કરવાથી ગદ્યનો મહિમા ઘટે છે, એવું સામાન્ય રીતે તારવી શકાય. તેથી, એ પ્રકારનાં આલેખનોને પણ એકદમ પ્રશંસા આપી દેવી યોગ્ય નથી. હવે બીજે છેડેથી વાતને જોઈએ તો ‘સરસ્વતીચંદ્ર’ જેવી નવલકથામાં અવારનવાર કવિતાનું દર્શન થાય છે. એમાં કેટલીકવાર તો સળંગ પાને પાનાં ભરીને કવિતાની રજૂઆત થઈ છે. ગોવર્ધનરામે પાત્રમુખે તો કવિતા મૂકી જ છે. એ ઉપરાંત અન્ય કવિઓની રચનાઓનો ઉચિત વિનિયોગ પણ તેઓએ કર્યો છે. ‘સરસ્વતીચંદ્ર’ની કવિતા વિષે કેટલાક અભ્યાસીઓએ તો અભ્યાસલેખો પણ લખ્યા છે. આ અંગે ભારે સંશોધનની આવશ્યકતા છે. એ થતાં ગદ્યસર્જન સાથે સંકળાતી નવલકથાની કવિતાનું સાચું મૂલ્ય સમજાશે.

જયભિખ્ખુની નવલકથાઓમાં એ રીતે કાં તો કવિતા અથવા તો કવિતાની સામગ્રીનો ઉપયોગ કરીને લેખકે ગદ્યકૃતિને બહુ મહિમાવાન બનાવવાના પ્રયત્નો કર્યા છે. પહેલાં તો તેઓની ‘પ્રેમાવતાર’ ભા. ૨ માંથી ‘બારમાસી’ પ્રકરણ જોઈને એની કવિતાનો અનુભવ કરીએ. આમ તો આખું પ્રકરણ શીર્ષકથી જ સ્પષ્ટ થાય છે, એમ ‘બારમાસી’ કવિતા દ્વારા જ નવલકથાના કાર્યવેગને તેજસ્વી બનાવે છે. રાજ્યશ્રીને નેમિવિરહની વેદનાના વિવિધ ઉપચારો કરવા આવશ્યક બન્યા છે અને એ નિમિત્તે સખીઓ