પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૪૧
 

(૧) મહારાજા ધનનંદને શકટાલ નામે મંત્રી હતા. શકટાલને બે પુત્રો હતા : સ્થૂલિભદ્ર અને શ્રીયક. શકટાલના મૃત્યુ પછી એની જગ્યાએ રાજાએ સ્થૂલિભદ્રને એ પદ આપવા ઇચ્છ્યું પણ સ્થૂલિભદ્રે એ લેવાની ના પાડી અને એ જૈન સાધુ થયા. (‘ધ હિસ્ટરી એન્ડ કલ્ચર ઑફ ધી ઇન્ડિયન પીપલ,’ વો. ૨. ‘ધી એજ ઓફ ઇમ્પીરીયલ્ યુનિટ’, પૃ. ૩૫.)

(૨) આર્ય સ્થૂલિભદ્ર ભદ્રબાહુસ્વામીની પાટના અધિકારી તરીકે નિયુક્ત થયા હતા. સમર્થ અને પ્રતિભાવાન જૈન ધર્મના યુગપ્રવર્તક તરીકે પણ તેમનું માન વધ્યું હતું. (‘વીર નિર્વાણ સંવત ઔર કાલગણના’, પૃ. ૬ર)

(૩) મહારાજા ધનનંદ સમ્રાટ નંદિવર્ધનની આઠમી પેઢીના નંદ વંશના રાજા હતા. (‘પ્રાચીન ભારતવર્ષ’, ભા. ૧, પૃ. ૩૫૪) ધનનંદે ચાણક્યનું અપમાન કર્યું હતું. એ અપમાનનો બદલો લેવા ધનનંદના રાજ્યનો વિનાશ કરવાની ચાણક્યે પ્રતિજ્ઞા લીધી હતી. રાજકુટુંબના ચંદ્રગુપ્ત નામના એક હિંમતવાન અને સાહસિક જુવાનને પોતાના પક્ષમાં લઈ તેણે પોતાનાં બુદ્ધિ અને બાહુબળના પ્રતાપે ગુમાની નંદરાજના રાજ્યનો નાશ કરાવ્યો અને ચંદ્રગુપ્તને મગધનો રાજા બનાવ્યો. (‘ચંદ્રગુપ્ત મૌર્ય એન્ડ હીઝ ટાઈમ’, પૃ. ૩૩ અને ‘અભિનવ માધ્યમિક ઇતિહાસ’, પૃ. ૭૩-૭૪)

(૪) ચંદ્રગુપ્ત મૌર્યનો નંદરાજ્ય સામેનો યુદ્ધનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો. બીજી વાર પૂરી તૈયારી સાથે આવીને એણે નંદને પરાજિત કર્યો. (‘એ કોમ્પ્રીહેન્સિવ હિસ્ટરી ઓફ ઇન્ડિયા’ - કે. એ. શાસ્ત્રી, પૂ. રપ-૬) હિમત્વકૂટનો રાજા પર્વતક પણ ચંદ્રગુપ્તને વિજય અપાવવામાં મદદરૂપ થયો હતો. (‘પ્રા. ભા. વર્ષ’, પૃ. ૧૬૭) વિજય પછી પર્વતક રાજાનું વિષકન્યાને કારણે મૃત્યુ થતાં એના ભાગની લક્ષ્મીનો પણ ચંદ્રગુપ્ત સ્વામી થયો. (‘પ્ર. ભા. વર્ષ’, પૃ. ૧૬૮) ચંદ્રગુપ્ત મહાનંદને જીવતો મૂક્યો અને એને જોઈએ તેટલું ધન રથમાં સાથે લઈ જવા દીધું. (‘પ્ર. ભા. વર્ષ’, ભા. ૨, પૃ. ૧૦૧) પોતાના પર મુગ્ધ થયેલી મહાનંદની કન્યાને ચંદ્રગુપ્ત રાણી તરીકે સ્વીકારી.