પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૪૯
 

નવલકથા વાંચતાં ઘણે સ્થળે થાય છે. એમનું ઇતિહાસજ્ઞાન (પૃ. ૪૯), પુરાણજ્ઞાન (પૃ. ૯૪, ૧૩૨), નાટ્યશાસ્ત્રનું ઊંડુ જ્ઞાન 'રંગશાળા' નામના પ્રકરણમાં (પૃ. ૧૪૦,૧૪૧ વગેરે), જૈન શાસ્ત્રોનું જ્ઞાન (પૃ. ૨૬૩) અને શાસ્ત્રાસ્ત્રોનું જ્ઞાન (પૃ. ૨૦૪)જોવા મળે છે.

જયભિખ્ખુ નારીગરિમાના લેખક છે. નારીહૃદયના ઉદાત્ત ભાવોના ઉદ ગાતા છે. નારીગૌરવ એમની સર્વ પ્રકારની કૃતિમાં એક નોખારૂપે પ્રગટ્યું છે. અહીં પણ તક મળતાં લેખકનો હૃદયભાવ અછતો રહેતો નથી. ગણિકાપુત્રી કોશાને જ્યારે સ્થૂલિભદ્ર પિતૃઆજ્ઞાને કારણે ગણિકા હોવાને નાતે અવગણે છે ત્યારે પોતાનું ગૌરવ અક્ષત રાખતી કોશાના મુખમાં જયભિખ્ખુએ નારીની શક્તિને આ રીતે વર્ણવી છે : 'સ્ત્રી સદા અપયશભાગી બનતી આવી છે. પણ જો કોઈ સમજી શકે તો સ્ત્રી સંજીવની છે. અને એ વાત જ્યારે સમજાશે ત્યારે મોતના મુખમાંથી છૂટવા વલખાં મારતું જગત નવજીવન પામશે.' (પૃ. ૪૨) એ જ રીતે આખીયે નવલકથામાં લેખક કોશા ગણિકામાં રહેલા ઉદાત્ત નારીતત્ત્વને જ ઉપસાવે છે. કોશાનું ચિત્રણ સર્વત્ર એવા રૂપે લેખક દ્વારા થયું છે કે એના તરફ ક્યાંય પણ ભાવક હૃદયમાં દુર્ભાવ જાગતો નથી તે એટલે સુધી કે મુનિ સ્થૂલિભદ્રને પોતાના શૃંગારથી વિચલિત કરવાના એના પ્રયત્નોમાં પણ ક્યાંય જુગુપ્સા આવતી નથી. ત્યાં પણ ક્ષણે ક્ષણે કોશાની નારીસહજ ઝંખના સાથે ભાવહૃદય સહાનુભૂતિ જ દાખવે છે. કોશાના આવા ચિત્રણમાં પણ લેખકહૃદયનો નારી તરફનો ગૌરવનો ચાહ જ જાણે આગળ તરી આવે છે.

ઐતિહાસિક નવલકથામાં ચમત્કારતત્વનો ઉપયોગ જો ઔચિત્યપૂર્વક થાય તો એનાથી નવલકથા લોકભોગ્ય વિશેષ બને છે. આપણે જાણીએ છીએ કે દરેક ધર્મમાં એક યા બીજા સ્વરૂપે ચમત્કારિક તત્ત્વોનો સ્વીકાર થયેલો છે. સ્થૂલિભદ્રના જીવનને વર્ણવતી પ્રસ્તુત નવલકથા પણ છેવટે તો ધાર્મિક કથાવસ્તુવાળી કૃતિ છે અને સ્થૂલિભદ્રના જીવન સાથે પણ અનેક પ્રકારના ચમત્કારો વણાયેલા છે. એમાંનો એક ચમત્કારપ્રસંગ પ્રસ્તુત નવલકથામાં રજૂ કરવામાં આવ્યો છે. સ્થૂલિભદ્ર ગુફામાં સિંહ બનીને બેસવાનું કૃત્ય કરે છે તે (પૃ. ૩૬૮). આવા ઉલ્લેખ પાછળ સ્થૂલિભદ્રને એમના સાધુ-સાધ્વી સમાજ કરતાં ચડિયાતા બતાવવાનો પ્રયત્ન હોય પણ