પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

લેખકની વિશેષતા એ છે કે એમણે આ નિરૂપણને એમાં રહેલા દોષતત્ત્વને દર્શાવવાની ઢબે આલેખ્યું છે. આ રજૂઆત ભદ્રબાહુના શબ્દોમાં થઈ છે. સ્થૂલિભદ્રે સિંહરૂપ ધરી જે ચમત્કાર સર્જ્યો એની ટીકા કરી ભદ્રબાહુ મુનિએ એને સ્થૂલિભદ્રના અપરાધ તરીકે ગણાવ્યો છે. આત્માની આ વિદ્યા ઐહિક કીર્તિના સાધન માટે નથી. આત્મધર્મ ના વિસરાય એ માટે સાધુઓએ ચમત્કારો તરફ ઝૂકી જવું જોઈએ નહિ એ સત્ય ભદ્રબાહુ મુનિ સ્થૂલિભદ્રને બતાવે છે. ટૂંકમાં ધર્મકથાને ઐતિહાસિક રૂપ આપીને રચવામાં આવેલી આ ઐતિહાસિક નવલકથામાં ચમત્કાર તત્વનો વિનિયોગ નવલકથામાં કઈ રીતે કરી શકાય, એનું નિદર્શન અહીં સફળતાપૂર્વક થયું છે.

જયભિખ્ખુ આપણા જીવનધર્મી સાહિત્યકાર છે. સાહિત્ય દ્વારા સમાજને પ્રેરણા આપી સમાજચેતનાને સાંસ્કૃતિક પુષ્ટિ આપવાનો એમનો હેતુ છે. અને એટલે જ તેઓ હંમેશ સદ્ સાહિત્ય જ સમાજ ને ચરણે પીરસે છે. એમની કૃતિ ચિંતનરસે રસાયા વિનાની તો મળે જ શાની ? નવલકથામાં લેખકનું ચિંતન કથાવસ્તુનો જીવંત ધબકાર બનીને ધબક્યા કરે છે અને છતાંય લેખકની કુશળતા એ વાતમાં રહેલી છે કે એમનું આ ચિંતન ક્યાંય પણ નવલકથાને ઉપદેશાત્મક બનાવી દેતું નથી કે નથી નવલકથા એના કારણે બોઝિલ બનતી. વિવિધ વિષયોના જ્ઞાતા આ લેખક પોતાના વિચારોને નવલકથામાં વાચક વિચારતો થઈ જાય એ ઢબે ગૂંથી લે છે. લેખકના આ પ્રકારના નિરૂપણમાંથી જ ચિંતનનો ધ્વનિ ફોરી ઊઠે છે.

રાજકારણ લેખક નજરે જ્વાલામુખીના શિખર જેવું જણાય છે. એ શિખર પર બેસવાનું સૌને ગમે, જીવનની સુખસીમા એમાં પરિસમાપ્તિ પામતી જણાય, પણ જ્વાલામુખી એ છેવટે જ્વાલામુખી જ છે. જ્વાલામુખી જ્યારે લાવા ઉછાળવા માંડે ત્યારે કોઈ પુરુષાર્થી જ એમાં ટકી રહે. (પૃ. ૨૫-ર૭)

જયભિખ્ખુ માને છે કે સાહિત્ય દ્વારા પ્રજામાં એકલી રંગીનતા કે સ્થૂળ રસિકતા જ વિકસે-વિલસે તો ચાલે નહીં. મત્સ્યગલાગલના વાતાવરણમાં જીવતી અને મહારાજ્ય માટે ઝંખતી પ્રજા માટે યુદ્ધપ્રિયતા અને દેશાભિમાન ટકાવી રાખવાની પણ એટલી જ આવશ્યકતા છે. તેઓ શકટાલના મુખે