પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૫૩
 

આ નવલકથાની ભાષાશૈલી સરળ, વિશદ, પ્રવાહી અને ચોટદાર છે. ટૂંકા અને છતાં ધારદાર ચિંતનાત્મક વાક્યો જયભિખ્ખુના ગદ્યને સર્જનાત્મક લય બક્ષે છે. જયભિખ્ખુ કવિ નથી છતાં એમનો જીવ કવિનો છે એ વાતની પ્રતીતિ કરાવતાં કલ્પનો, અલંકરણો અને સૂત્રાત્મક વાક્યોની વણઝાર આ નવલકથામાં જોવા મળે છે. જેમ કે –

રત્નજડિત મુદ્રિકાઓથી અંકિત હાથીની સૂંઢ સરખો એ હાથ (પૃ. ૨૪)
સ્થૂલિભદ્રને વિરામાસન પર બેસાડી એના કંધ સાથે પોતાના સ્કંધ અડાડી કોશા બેઠી. હિમવંત પાસે જાણે ઉષા ઊગી (પૃ. ૭૮) (ઉત્પ્રેક્ષા)
કામદેવના સિંહાસન જેવાં એનાં પોપચાં બિડાઈ ગયાં હતાં. (પૃ. ૮૪) (ઉપમા)
પ્રેમની કુમકુમભરી કોઈ કંકાવટીમાંથી કોમળ કિસલય જેવી આંગળીએ જાણે લાગણીના કંકુ છાંટી રહી હતી. (પૃ. ૮૫) (ઉપમા અને ઉત્પ્રેક્ષા)
સિંહણના દૂધ જેવો વિજયોન્માદ (પૃ. ૯૩) (ઉપમા)
જ્વાલામુખીના શિખર જેવું રાજકારણ (પૃ. ૧૨૯) (ઉપમા)
શું વિલાસ તે કોઈ અનન્તકાલીન ભૂખ્યું ભિક્ષાપાત્ર છે ? (૫. ૧૯૩)
ભદ્રના જીવનની કોશા કિલ્લેદાર બની બેઠી હતી. (પૃ. ૧૯૩)
કમળદંડ જેવી નાકની દાંડી (પૃ. ૧૯૮) (ઉપમા)
વીજળી પૃથ્વી-આભનાં ઓવારણાં લેવા લાગી (પૃ. ૧૯૯)
સૂર્યદૂત અરુણ ઉષાના હાથે પૂર્વનું દ્વાર ઉઘડાવી રહ્યો હતો. (પૃ. ૨૧૪)
જ્વાળામુખીના ગર્ભ જેવી રાજસભા હકડેઠઠ ભરાઈ હતી. (પૃ. ૨૪૧) (ઉપમા)
વર્ષાની વાદળી જેવી ગાયિકાઓનું ટોળું ત્યાં જામ્યું હતું. (પૃ. ૨૪૮) (ઉપમા)