લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


કોશાનાં સુંદર નેત્રોમાંથી સ્ફટિક કણિઓની હારમાળા જેવાં અશ્રુબિંદુ ટપકી રહ્યાં (ઉપમા)
ગર્વોન્નત મસ્તકે ઊભા રહેલા ભાઈ-ભાંડુઓ જેવા નાના ડુંગરો (પૃ. ૨૫૫) (ઉપમા)
શાંત સમાધિસ્થ ચંદ્રમૌલીશ્વરની પ્રતિમૂર્તિ જેવું કૈલાસશિખર (પૃ. ૨૬૮) (ઉપમા)
મેઘરાજાની રાહમાં પવન સ્તબ્ધ થઈ ખડો હતો (પૃ. ૨૮૨)
કોશાની લાલ આંખડી જેવું સવિતા નારાયણનું લાલ બિમ્બ (પૃ. ૨૮૭) (ઉપમા)
એ તો નિર્વાત વૃક્ષ જેમ શાંત હતા (પૃ. ૨૯૩) (દષ્ટાંત)
મહામેઘની ઝડીઓ અને વાયુદેવનાં તાંડવ વચ્ચે હિમગિરિ જેમ શાંત ને સ્વસ્થ ઊભા રહે એવા જ એ શાન્ત અને સ્વસ્થ હતા. (પૃ. ૩૦૦) (દૃષ્ટાંત)
ઊકળતા લાવારસ જેવું સ્થૂલિભદ્રનું મન (પૃ. ૨૨૫) (ઉપમા)
તારાં સંચિત કર્મો તારી આસપાસ નામાં જ કરશે (પૃ. ૨૨૯)
પુરુષાર્થનો કોઈ પ્રચંડ ધોધ ગર્જતો લાગ્યો. (પૃ. ૨૫૭)
મને સંસારશેરી વીસરી રે લોલ (પૃ. ૨૬૧)
મુજ પતિતને ઉદ્ધારો (પૃ. ૨૬૫)
દેહશોભા અને મુખસૌંદર્યમાં પણ લાલસાના મનોહર સર્પો સદા ફેણ વિસ્તારી ડંખ દીધા કરતા હતા એમાંથી જાણે સાવ વિષ નીકળી ગયું હતું. અમૃતવર્ષા એને સ્થાને આવી હતી. (પૃ. ૨૯૭)
અષાઢી આભમાં વાદળીઓ ઘેરાવા લાગી હતી. ગર્જનાના ઘનઘોર ઢોલ ગાજવા લાગ્યા હતા. વીજળી પૃથ્વી-આભને વીંધતી ઝગમગાટ કરી રહી હતી, મેઘરાજાની રાહમાં પવન સ્તબ્ધ થઈ ખડો હતો. વૃક્ષોની ડાળીઓ કોઈની સ્મૃતિમાં જાણે સ્થિર થઈ ગઈ હતી (પૃ. ૨૮૨) (કાવ્યમય વર્ણન)