પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૫૯
 

પણ બાહોશ નહોતો. દુનિયાનો બિનઅનુભવી હોવાને કારણે એણે પોતાના લશ્કરની ભરતી પોતાના ભાઈ કામરાન જેનામાં તેને અતિશય વિશ્વાસ હતો તેના પ્રાંતમાંથી કરી પણ આ લશ્કર જેટલું કામરાનને મદદ કરે એટલું હુમાયુને ન જ કરે એ હુમાયુ સમજી શક્યો નહીં. વળી બધા જ ભાઈઓને બાદશાહીનું સ્વપ્ન હતું તેથી દિલ્હીની ગાદી આપસી ફઊટનું કેન્દ્ર બની હતી. બીજી બાજુ હિંદમાંથી રાજપૂત પરંપરા પણ આથમતી જતી હતી. અફઘાનોની જેમ રજપૂતો પણ ખુદગરજી અને ખૂબસૂરતી પાછળ મરતા હતા.

જતિની પ્રેરણાથી અને આવા રાજકીય વાતાવરણને કારણે દિલ્હીની ગાદી ઉપર શેરખાંને લાવવાનું હેમરાજને સરળ લાગે છે. લાડુ સાથેના શેરખાંના લગ્ન પછી થોડા સમયે શેરખાંને મળેલો હેમરાજ શેરખાંને દિલ્હીનો બાદશાહ બનવા તરફ પ્રેરે છે. તે શેરખાંને મંત્ર આપે છે કે ‘શેરખાંની માશૂકા ચુનારગઢની મલિકા ભલે હોય, સાચી માશૂકા તો સલ્તનત છે.’

કિલાફત નામના યહુદીની વાતોમાં ભોળવાયેલો શેરખાં થોડા સમય માટે તો ચુનારગઢનો કિલ્લો ગુમાવે છે. પણ પોતાના સરદાર ખવાસખાનની સલાહથી બાદશાહ હુમાયુ સાથે તાત્કાલિક સુલેહ કરી લે છે. એ સમયે હેમરાજ ફરી એક સાંઈના વેશે એની પાસે આવીને એને રાજકારણની કેટલીક કિંમતી સલાહ આપે છે. તે શેરખાં પાસે હુમાયુના નામે રાજ્ય ચલાવી ફરી શિસ્તવાળું સૈન્ય તૈયાર કરાવડાવે છે. હેમુનો મંત્ર હતો. ‘સૈન્ય જમાવો, એકદિલી કેળવો, ત્રસ્ત પ્રજાને તમારી બનાવો.’ બિહારનો કિસાન લડાઈનાં ધાડાં નીચે કચડાઈ રહ્યો છે એને સૈન્યરૂપે એકઠા કરવાનું હેમુ સૂચવે છે અને એમાંથી તૈયાર થાય છે શેરખાનું બખ્તરિયા સૈન્ય. શેરખાં ધર્મને સ્પર્શ્યાં વિના ચાલનારો ઇન્સાન હતો એટલે એના લશ્કરમાં શેખપઠાણ-સૈયદ-અરબ-સીદી ને ગુલામ, બલૂચી ને ઇરાની મારવાડી અને મેવાતી વીરો તથા રાજપૂતો અને જાટ હતાં. શેરખાંનું સૈન્ય ભાવિ દિગ્વિજયો માટે કસાતું જતું હતું.

હેમરાજની સલાહ મુજબ શેરખાંએ હુમાયુ અને એના ત્રણ ભાઈઓ એકબીજાથી જુદા પડી રહે એવી રાજનીતિની ચાલ અપનાવી. પહેલાં