પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙ્મય
 

બંગાળ, બિહાર અને જોનપુર કબજે કરી એની ગાદીએ બેઠો અને પછીની લડાઈમાં કામરાન પાસેથી પંજાબ જીત્યું. પંજાબનું એકેએક નાકું એણે મોગલો માટે બંધ કર્યું. લાહોર જે દુશ્મનોને ખૂબ મદદકર્તા હતું તેની પાસેથી ઝાડીમાં આવેલો રોહતાસનો કિલ્લો એણે સમરાવ્યો. ટોડરમલ ખત્રી નામના બાહોશ લાહોરવાસીની એના પર નિમણૂક કરી (અકબરના દરબારનું એક રત્ન રાજા ટોડરમલ તે આ જ. એ સહુપ્રથમ શેરશાહની નોકરીમાં રહેલો એ કાયસ્થ હતો.) અને છેવટે હુમાયુને પણ એની પાસેથી હારીને ભાગવું પડ્યું.

હિંદમાંથી મોગલોના મોભી હુમાયુને ભગાવ્યા પછી શેરશાહ-શેરખાંએ પશ્ચિમ હિંદને કબજે કરવા તરફ નજર દોડાવી. રાજપૂતાના, માલવા અને બુંદેલખંડ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. માલવાનો રાજા માલદેવ પશ્ચિમ હિંદની મહાન શક્તિ બનતો જતો હતો. બીજી બાજુ માળવાના પૂરણમલનું શૌર્ય પણ વખણાતું હતું. આ બંને એકસંપ બને તો શેરશાહની શહેનશાહત જોખમમાં મુકાય, એટલે એણે હેમુની સૂચના મુજબ પહેલો છાપો માલવરાજ પૂરણમલ ઉપર માર્યો. પૂરણમલ જે શૂરવીર રાજા હતો એનું પતન એટલા માટે થયું કે બીજા કોઈ રજપૂત રાજાઓએ એને સાથ ન આપ્યો. લેખક અહીં એ બતાવવા માગે છે કે ગિંદમાંના રજપૂતોનું પતન એટલા માટે થયું કે એમનામાં માત્ર પોતાનું જ ઘર સાચવવાની સ્વાર્થી મનોવૃત્તિ હતી. પૂરણમલને દગાથી મારવામાં આવ્યો. એની પુત્રીને વેશ્યા બનાવાઈ એ જ ચિંતામણિ. કાળજવર જેવા કલિંજરનો કિલ્લો સર કરવા જતાં ચિંતામણિની જ એક ચાલને કારણે શેરશાહ મરાયો. આગ્રાનો બહાદુરખાન જેને ચિંતામણિએ પોતાની રૂપજાળમાં મુગ્ધ બનાવ્યો હતો અને જેની સાથે ચિંતામણિ એક અફઘાન સૈનિકરૂપે યુદ્ધમાં આવી હતી એની જ ચાલાકીથી શેરશાહનું મૃત્યુ થયું.

શેરશાહના મૃત્યુ પછી સિપેહસાલાર ખવાસખાન શેરશાહની અંતિમ ઇચ્છા મુજબ વડા શાહજાદા આદિલખાનને તાજ પહેરાવવા ઇચ્છતો હતો, જ્યારે ઉમરાવો નાના શાહજાદા જલાલખાનને ગાદી આપવા માગતા હતા. વળી જલાલખાન બાહોશ, એના પિતા જેવો ન્યાયપ્રિય અને શૂરવીર પણ હતો; જ્યારે આદિલ ખાન તો આવી પડેલ ફરજ ખાતર જ લડનારો અને મોટે ભાગે ખુદાની બંદગીમાં જ મસ્ત રહેનારો હતો. એટલે આદિલખાને