પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૬૧
 

જાતે જ નાનાભાઈ તરફેણમાં ગાદીનો પોતાનો હક્ક જતો કર્યો. સલીમશાહનું નવું નામ ધારણ કરી જલાલખાન ગાદીએ બેઠો. તેણે પિતાની જેમ જ હિંદુ-મુસ્લિમ એકતા જાળવી રાજ્ય કર્યું.

સલીમશાહના સાળા મુબારિઝકાને એક વખત પોતાની બહેન બીબીબાઈને આદિલખાન વિરુદ્ધ ભડકાવી કહ્યું, '“તારા સ્વામી ને તારા પુત્રના ભલા ખાતર પણ આદિલખાનને છૂટો ન મૂકો.” (પૃ. ૨૬૧) બીબીબાઈએ પતિને વાત કરી તો તેણે વાતને હસીને કાઠી. પણ થોડા સમય પછી ફરી મુબારિઝખાને સલીમશાહને પોતાના મોટાભાઈ જે બિયાનાની જાગીરમાં અલ્લાહની બંદગીમાં મસ્ત રહેતો હતો, એની વિરુદ્ધ વાત કરતાં કહ્યું કે ‘તે અલ્લાહની બંદગીના બહાને સલીમશાહના વિરોધીઓ એકઠા કરે છે.’ એ વાતમાં સલીમશાહને તથ્ય લાગ્યું. તેણે આદિલખાનને દિલ્હી તેડી લાવવાનું ફરમાન મોકલ્યું. મુબારિઝની ચાલબાજીથી અને વાતની અવળી રજૂઆતને કારણે બંને ભાઈઓ વચ્ચે વેરનાં બીજ વવાયાં. બહાદુર ખવાસખાન આદિલખાનના પક્ષમાં હતો. એનો મુકાબલો કરવાનું કામ સરળ નહોતું.

બીબીબાઈના સૂચવ્યાથી સલીમશાહ, પિતાના મિત્ર હેમરાજ જેણે મિત્રના મૃત્યુ પછી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રાજસ્થાનમાં આવેલા રેવાડીમાં નિવાસ કરવાનું રાખ્યું હતું. તેને મળવા ગયો. પિતા રાજપાલજીની અનિચ્છા છતાં મિત્રના પુત્રને અણીને વખતે મદદ કરવાની ફરજ સમજી હેમરાજ ફરી રાજકારણમાં પ્રવેશે છે. અને દૂરંદેશી અને યુદ્ધકુશળતાને કારણે મુબારિઝખાન જે ખવાસખાનના લશ્કરમાં ભળવાનો હતો એ પકડાઈ જાય છે. ખવાસખાનનું લશ્કર લડે છે પણ છેવટે હારે છે.

સલીમશાહના રાજ્ય ઉપર આવેલી કાળી વાદળી આમ દૂર થાય છે. બીબીબાઈ પતિ પાસે ભાઈ મુબારિઝખાનની જિંદગી માગી લે છે, અનિચ્છા છતાં પત્નીને રાજી કરવા સલીમશાહ મુબારિઝને જીવતદાન બક્ષે છે. નવ વર્ષ રાજ્ય ચલાવી સલીમશાહ મૃત્યુ પામે છે, ત્યારે તેનો બાર વર્ષનો બાળકુંવર ફિરોજશા ગાદીએ આવે છે.

પણ મુબારિઝખાંને આ બાળકુંવરનું કાસળ કાઢી નાખ્યું. એ વખતે બજારદારોગા હેમુ ત્યાં નહોતા એટલે બાકીના બધાને સામ-દામથી સમજાવી