પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૭૧
 

લશ્કરો એકઠા થઈ રહ્યાં છે, હુમાયુપુત્ર અકબર સામે દિલ્હીશ્વર હેમુ યુદ્ધ ચઢે છે ત્યારે આ સમાચાર જ્યોતિષના જાણતલ એવા પદ્મસુંદર જતિને જરૂર કરતાં વધારે ચિંતિત બનાવી મૂકે છે. બાવીસ યુદ્ધોમાં વિજયી નીવડનાર હેમુ માટે તેવીસમા યુદ્ધનો યોગ અપશુકનિયાળ અને એને પરાજય આપનાર બનશે એવું એનું જ્યોતિષજ્ઞાન જ્યારે પદ્મસુંદરને સૂચવે છે ત્યારે સાધુને ન છાજે એવી રીતે તે વ્યાકુળ બની જાય છે. મહારાજ હેમુ દ્વારા ‘સવિ જીવ કરું શાસન રસી’ની એની ઝંખના હતી અને એ ઝંખના હેમુને કશું પણ અશુભ થાય તો પૂરી થઈ શકે તેમ નહોતી અને એ જ કારણે માથાના વાઢનાર તરફ પણ દ્વેષ ન કરનાર, દેહના શત્રુને મિત્ર માનનાર આ જૈન જતિ હેમુના પરાજયના વિચાર માત્રથી પરેશાન બની ગયા હતા. આ જૈન જતિની કમજોરી જ એ હતી કે પોતાના શાસનના શત્રુ તરફ એ સમદૃષ્ટિ રાખી શકતા નહોતાં.

આમ શાસનપ્રભાવ માટે મેદાને પડેલા આ મહાન સુભટને જ્યારે કોઈ અગમ્ય ભવિષ્યવાણીએ ભટકાવી દીધા ત્યારે ગ્રહ-નક્ષત્રો સામે હેમુને બચાવવા એમણે કમર કસી. વિધિના વિધાનો ફેરવવા એ મેદાને પડ્યા. એ સમયે પદ્મસુંદર સાધુ મટી માણસ બની જાય છે. નક્ષત્રસુંદર જેવો શિષ્ય જે વાત સમજી શકે છે એ વાત એમને સમજાતી નથી. શત્રુ કે મિત્ર બંને તરફ સાધુની તો સમભાવી દૃષ્ટિ જ હોવી ઘટે એ આ જતિથી થઈ શકતું નથી. અલબત્ત, પોતાની આ મર્યાદાથી તેઓ પરિચિત તો છે જ. એઓ એનો સ્વીકાર કરતાં પદ્મસુંદર સમક્ષ એકરાર પણ કરે છે, ‘માથાના વાઢનાર તરફ હું કદી દ્વેષ ન કરું. આ દેહના શત્રુમિત્ર મારે મન સમાન છે, પણ નક્ષત્ર, કમજોરી કહે તો કમજોરી, પણ મારા શાસનના શત્રુ તરફ હું કદી સમદૃષ્ટિ રાખી શકતો નથી.’ (પૃ. ૯૩)

સંસ્કૃત નાટકોમાં વિષ્કંભક કે પ્રવેશક કહે છે એવા ઉપવસ્તુરૂપે આવતું જતિજીની ધર્મભાવનાનું લેખકે કરેલું આવું નિરૂપણ નવલકથાને હૃદ્ય રૂપ બક્ષે છે. ધર્મભાવના અર્થે હેમુનિ જિંદગી બચાવી એને સફળતા અપાવવા માટે જતિજીના અતિ માનવ-નિયતિક્રમને પણ પલટાવી નાખવા મથતા પ્રયત્નો, એ હેતુ અર્થે એમની અદ્‌ભુતરસપ્રધાન સાધના અને એક ધર્મવીરને છાજે એવું આત્મસમર્પણ વગેરે વિગતોનું આલેખન જયભિખ્ખુની રોચક કલ્પનાશક્તિના પરિણામરૂપ છે. નવલકથામાં ઠીક ઠીક લંબાણથી