પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

વિષબિંદુ તો લશ્કરના કેટલાક ભાગમાં પડી જ જાય છે. હેમુને આ સમાચાર જ્યારે શાદીખાન મારફતે મળે છે ત્યારે એ ચિંતિત થતો નથી. એને પોતાની યુદ્ધકુશળતામાં અને સૈન્યબળમાં વધારે પડતો વિશ્વાસ છે પણ આરંભમાં જ ઊંધા શ્રીગણેશ મંડાય છે. ૩૦ હજારનું અફઘાન લશ્કર અને ભારે તોપખાનું મોગલોની યુક્તિથી ચપટીમાં ચુંથાઈ જાય છે. ધર્મની આણ અફઘાનોમાં બે ભાગ પાડી દે છે. કેટલાક લડવાના મતના જ રહેતા નથી એમાં પુત્ર યુગરાજ અને ભાણેજ રમ્યક્‌દેવ હણાય છે. છતાં પણ હેમરાજનું ચિત્ત અડોલ છે. રણજંગના આ જાદુગરને જીત વિષે કોઈ આશંકા નથી. પણ મુગલ સેનાપતિ બહેરામખાં એવી કપટભરી ચાલ ચાલે છે કે જેને કારણે હેમુની વિશાળ સેનામાં અંધાધૂંધી પ્રવર્તે છે. એનું ગજસૈન્ય જ એના વિનાશનું નિમિત્ત બને છે. એમાં અજાણી દિશામાંથી આવેલું એક તીર હેમુની આંખમાં ખૂંચી એને થોડી ક્ષણ બેભાન બનાવે છે. આનો લાભ મોગલ સૈન્ય લે છે. ‘હેમુ મરાયો’ની હવા એના સૈન્યમાં હતાશા પ્રેરે છે. પણ ત્યાં તો આ શૂરવીર યોદ્ધો આંખમાંના ઝેર પાયેલા તીરને કાઢીને લડવા માટે સજ્જ બને છે, અને સૈન્યમાં ફરી ઉત્સાહ પ્રગટે છે. હેમુ શૂરવીરતાથી લડતા લડતા બેભાન બને છે. એટલે હેમુને ઊંચકીને સૈન્યમાંથી દૂર લઈ જવામાં આવે છે. મુગલ સૈન્યનો વિજય થાય છે. બેભાન હેમુને હાથી ઉપરથી પકડીને મુગલ સૈન્યમાં લઈ જવાય છે. અકબર અને બહેરામખાં પાસે વિજયના ઉલ્લાસમાં નિષ્પ્રાણવત બનેલા હેમુને લાવવામાં આવે છે. જ્યાં બહેરામખાં તેનો વધ કરી તેનું મસ્તક આગ્રાના એક દરવાજે અને ધડ બીજા દરવાજે ટિંગાડાવે છે. એટલું જ નહીં, એનાં સગાંઓને શોધી શોધીને એમનો વિનાશ કરવામાં આવે છે. કુંદનદેવીને તેમના પિતા રાજપાળજી થોડા ધન અને વિશ્વાસુ રખોપા સાથે ગુજરાત તરફ વિદાય કરે છે અને પોતે મુસ્લિમ સૈનિકો દ્વારા વીરમૃત્યુ મેળવે છે.

હેમુના મૃત્યુ પછી એના શરીરની આ સ્થિતિની વાત જ્યારે લાડુ મલિકા જાણે છે ત્યારે તેને ખૂબ દુઃખ થાય છે. આમ તો પોતાના પતિના આ મિત્ર તરફ એને દુર્ભાવ છે કારણ કે એનો જ પ્રેર્યો શેરશાહ લાડુના પ્રેમને ત્યજીને સલ્તનતના પ્રેમમાં પડ્યો હતો. પણ લાડુની દુશ્મની તો જીવતા હેમુ સાથે હતી. પતિના મિત્રની આ અવદશા એનાથી સહેવાતી નથી. એ પોતાની એક દાસીને તૈયાર કરી હેમુના શબને પાછું મેળવે છે. અને ચંદનની ચિતા