પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

શ્રી રામપ્રસાદ શુકલને એમાંના મોળા પાત્રાલેખનને કારણે, વસ્તુસંકલાની શિથિલતાને કારણે, વાતાવરણ-જમાવટમાં રોચકતાના અભાવથી આ નવલકથા મધ્યમકોટિની લાગી છે. પણ હકીકતમાં જયભિખ્ખુની ઐતિહાસિક નવલકથાની શ્રેણીમાં ‘વિક્રમાદિત્ય હેમુ’ના અનુસંધાનમાં આગળ વધતી આ નવલકથા આપણે આગળ જોયું તેમ નવલકથાના કેટલાક રુચિર અંશોથી યુક્ત હેમુના સમયના ભારતને ઠીક ઠીક અંશે તાદૃશ કરતી મનોહર ઐતિહાસિક નવલકથાનો આદર્શ પૂરો પાડે છે, એટલું જ નહિ, એના અનુસંધાનમાં આવતી ‘દિલ્હીશ્વર'ના ભાવન પરીક્ષણની જિજ્ઞાસા પણ પ્રગટાવે છે.

દિલ્હીશ્વર :

ઈ. સ. ૧પપ૬ના નવેમ્બરની પમી તારીખે એકવીસ-એકવીસ લડાઈઓનો વિજેતા વિક્રમાદિત્ય હેમુ પાણીપતના મેદાનમાં માલ વગરની લડાઈમાં હણાયો. એ જ સમયે પંજાબના કરનાલ નામના એક નાનકડા ગામને ગોંદરે હુમાયુપુત્ર-અકબરનો રાજ્યાભિષેક થયો. ૧૪ વર્ષના અકબરને માથે રાજમુગટ મૂકી, રાજદંડ એના વજીર ખાનખાના બહેરામખઆંને હાથમાં લીધો. આ રાજદંડે બહાર સત્તા વિસ્તારી, પણ અદર વિખવાદ જગાવ્યો. મોગલ દરબારમાં આંતરવિગ્રહ જાગ્યો, એ ચાર વર્ષ ચાલ્યો. રમકડાનાં રાજા અકબરશાહે આ આંતરવિગ્રહ નિવારી સ્વતંત્ર રાજદંડ હાથમાં ગ્રહ્યો, ને રજપૂતોને ભેરમાં લઈ એમને લોહીની સગાઈથી પોતાની સાથે સાધ્યા. ખાનબાબાની સત્તાનું પતન થયું. ‘વિક્રમાદિત્ય હેમુ’ અને ‘ભાગ્યનિર્માણ’ નવલકથાના અનુસંધાનમાં આગળ વધતી પ્રસ્તુત નવલકથા ‘દિલ્હીશ્વર’ મુખ્યત્વે આ કથાતત્ત્વ લઈને ચાલે છે.

બિન મઝહબી સામ્રાજ્યનો ઇતિહાસમાં પહેલવહેલો પોતાની રીતે પ્રયોગ કરનાર મહાન રાજવી અકબરના પ્રારંભિક જીવનની પાંચ વર્ષની દાસ્તાન પ્રસ્તુત નવલકથામાં મળે છે. આમાં રમકડાના રાજા જેવા રમતિયાળ બાળકમાંથી અકબર દિલ્હીશ્વર કેવી રીતે બને છે એનું ચિત્રણ છે. મહારાજ વિક્રમાદિત્ય હેમુ સામેના યુદ્ધના પડઘા હજી શમ્યા નથી અને એ પડઘાની પગદંડીએ કથા આગળ વધે છે. વિક્રમાદિત્યના ભૂતની કરામત કરીને જૈન જતિઓને અકબરના બંદીખાનામાંથી છોડાવી જવા આવતા