પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી કલ્યાણચંદ્ર બાપા સાથે

ગોવર્ધનરામની મનોભાવનાનું બળ હતું. તો આપત્તિઓએ કડક પરીક્ષકનું કામ કર્યું હતું. ઓછા નહોતા ભૂંજાયા. પૈતૃક સંપત્તિના અસ્વીકારના પણને સાર્થક કરવા એમણે સખત પરિશ્રમ કર્યો હતો. સતત પ્રવૃત્તિમાં જીવન વિતાવ્યું હતું અને ‘વિક્રમાદિત્ય હેમુ'માં એમણે શેરશાહના સંદર્ભે “રેતીના રણમાં જેમ લીલોતરી ઊગે એમ એ ઊગ્યો છે ને આગળ આવ્યાં છે એવું જે નોંધ્યું છે તે જાણે એમનું જ આત્મકથ્ય હતું!વળી એમણે સ્વયં લખ્યું છે છે – “ઊખર જમીનમાં જે વૃક્ષ વાવ્યું શ્રી કલ્યાણચંદ્ર બાપા સાથે તેને ઉછેરતાં કાળી કસોટી થઈ, પણ અંતે તેના પર રંગબેરંગી ફૂલ આવ્યાં, એની રૂપસુગંધથી મન મહેંકી રહ્યું ને લાંબે ગાળે સુસ્વાદુ ફળ પણ બેઠાં.” એમની ધીરમતિ અને કર્મગતિ સાથે આત્મઘુતિએ એ જીવનકેડી કંડારી શક્યા. એમનું જીવનકૌવત બરાબર ખીલ્યું–ખૂલ્યું અને જીવનનાવ તરતી રહી. એ તો ઠીક ઠીક સમય પસાર થયા બાદ. પહેલાં તો ખારસી તાપણીમાંથી પસાર થવું પડયું હતું, પણ ઝઝૂમ્યા. શિવપુરીના ગુરુકુળમાં ભણવા ગયા તે પૂર્વે બાલાભાઈમાં કદી તૃપ્ત ન થનાર કથાવાર્તાના વાંચનની રુચિનો ઉદય થઈ ચૂક્યો હતો. એમના પિતરાઈ ભાઈ રતિલાલ દેસાઈએ નોંધ્યું છે– “કથા-વાર્તાઓ વાંચવાનો શ્રી જયભિખ્ખને બાળપણથી જ ભારે રસ. અભ્યાસનું પુસ્તક વાંચવું ભલે પડ્યું રહે, પણ વાર્તાની કોઈ નવી ચોપડી હાથ પડી કે એને પૂરી કર્યે જ છૂટકો. દર્શનશાસ્ત્રનો માથાફોડિયો અભ્યાસ ચાલતો હોય કે ન્યાયતીર્થની પરીક્ષાની તૈયારી કરવાની હોય, પણ એમનો આ રસ કદી ઓછો ન થાય – ગમે ત્યાંથી સમય “ચોરીને આ રસનું પાન કરે ત્યારે જ એમને તૃપ્તિ થાય.'

બાલાભાઈ માત્ર વાંચીને સંતોષ માનતા નહોતા, પરંતુ વાંચેલું ક્યારેક નોંધી લેતા હતા. એમની અનેક નોંધો જળવાઈ હતી. યથાસમયે સંદર્ભમાં


૧૧
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ