પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એનો ઉપયોગ કરતા હતા. કથાવાર્તાના આ રસે જ પાછળથી એમને કથાસાહિત્યના સર્જનમાં પ્રવૃત્ત કર્યા અને આજીવિકાનું માધ્યમ હાથ લાગ્યું. વળી કથા દ્વારા એમણે પોતાની વિચારધારાને ગૂંથીને રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, સમાજ, રાજકારણ, નારીગરિમા ઇત્યાદિ વિષયોને આમેજ કર્યા. “સરસ્વતીચંદ્ર'નો પ્રભાવ એમના માનસ પર આજીવન રહેલો. સાહિત્યસેવનના એમના પ્રેરક એ ગોવર્ધનરામ ત્રિપાઠીને માનતા હતા.

શ્રી ધીરુભાઈ ઠાકર સાથે

જૈન ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સાહિત્યમાં પદ સંચાર કર્યો તે જીવનચરિત્રના લેખનથી. ઈ. સ. ૧૯૨૯માં ગુરુ શ્રી વિજયધર્મસૂરિજીનું જીવનચરિત્ર લખીને એમણે ગુરુ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો. એ સુયોગ્ય તર્પણ હતું. આ ચરિત્ર એમણે ‘ભિક્ષુ સાયલાકર' એ ઉપનામે લખ્યું હતું. એમના બાળપણના ભીખુ નામનું સંસ્કૃત કરીને, સાથે વતન સાયલાને જોડીને એ ઉપનામ બનાવ્યું હતું. પછી પૂર્વપદ ભિક્ષુને સ્થાને શ્રી ધીરુભાઈ ઠાકર સાથે ‘ભિખ્ખુ' કરીને એને ઉત્તરપદ બનાવ્યું અને સહધર્મચારિણી જયાબહેનના નામમાંના ‘જયને લઈને બન્યા ‘જયભિખ્ખુ'. ડૉ. ધીરુભાઈ ઠાકરને એ તખલ્લુસ 'દામ્પત્યના અદ્વૈતનું પ્રતીક' લાગ્યું છે અને આ તખલ્લુસને સાર્થ ગણાવતા જ્યોતીન્દ્ર હ. દવેએ હળવી શૈલીમાં કહ્યું છે – 'અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામમાં 'બાળા’ અને ‘ભાઈ' જેવો સમન્વય સધાયો કે એમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે.” ભિખ્ખુ શબ્દમાં વીતરાગનો ભાવ તો છે જ. એથી સમાજ દીધું સમાજને પરત કરવું એ એમની મનોભાવના રહી છે.

જીવનચરિત્રથી લેખનનો પ્રારંભ કરનાર જયભિખ્ખુએ પાછળથી વીસેક ચરિત્રો લખીને ચરિત્રસાહિત્યમાં ખાસું પ્રદાન કર્યું છે. એમાં જૈન સાધુઓને અનુલક્ષીને લખાયેલ 'શ્રી ચારિત્રવિજયજી', ‘ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી'


જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
૧૨