પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પૂજ્ય રવિશંકર મહારાજ સાથે

બેઠક બની રહી. એમ તો અગાઉ એડવાન્સ પ્રિન્ટરી પર પણ બેસતા. પરંતુ શારદા સાથેનો નાતો દીર્ધકાળ રહ્યો. ત્યાં વંચાતું અને લખાતું પણ ખરું ! લેખનનો વેગ વધ્યો. અનેક વ્યક્તિઓ સાથે પરિચય થયો. જોકે એ પાંગર્યો એમની વ્યવહારપટુતાથી. સહુને ઉપયોગી થવાની ભાવના સદૈવ હોય. મિત્રતાના ભાવે અને પ્રિન્ટિંગ કામ પ્રત્યેની સૂઝે શારદા મુદ્રણાલયમાં જતા એ જીવનનો વળાંક હતો. એમની નિષ્ઠાએ – દૃષ્ટિએ મુદ્રણાલય વિખ્યાત થયું. સહકારની ભાવનાએ જયભિખ્ખુ સહુના પ્રીતિપાત્ર બન્યા.

જયભિખ્ખુએ કારકિર્દીનો પ્રારંભ કર્યો પત્રકારત્વથી. એ મુક્ત પત્રકાર - Freelance હતા. આમ તો પત્રકારત્વ એમની જરૂરિયાત બન્યું હતું, કેમ કે કલમના ખોળે જીવવાની ગતિ એમણે અપનાવી હતી. આથી અર્થોપાર્જન માટે આ માધ્યમ અપનાવવું જ પડે. કૉલમલેખક તરીકે સૂઝયું તેવું લખ્યું પણ એમનો આશય હતો સમાજને જાગ્રત કરવાનો. રુચિર અને પ્રેરણાપ્રદ લખીને બહોળા વાચકવર્ગની ચાહના પામ્યા. લોકપ્રિયતાથી એ છલકાયા પણ છક્યા નહીં. મર્યાદામાં રહ્યા અને જીવનને વિવૃત્ત બનાવતા રહ્યા. મન પણ એવું જ.


૧૫
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ