પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી દલસુખભાઈ માલવણિયા સાથે

પામતા ગયા. ‘ઝગમગ'માં લખ્યું તો નડિયાદથી પ્રસિદ્ધ થતા 'ગુજરાત ટાઇમ્સ'માં એમની 'ન ફૂલ, ન કાંટા' કૉલમ આવતી હતી. ઈ. સ. ૧૯૫૩માં 'ગુજરાત સમાચાર' દૈનિકમાં 'ઈંટ અને ઇમારત' કૉલમ શરૂ થઈ. દર ગુરુવારે એ કૉલમ આવતી. આ કૉલમે સામાન્ય માણસોમાં જબરું આકર્ષણ જમાવ્યું હતું. પછી તો ત્યાં 'જાણ્યું છતાં અજાણ્યું' કૉલમ પ્રારંભાઈ અને પ્રખ્યાત પણ થઈ. 'મુનીન્દ્ર’ એવા તખલ્લુસથી પણ લખતા હતા. મહદંશે ધર્મ આધારિત, પ્રેરણાદાયી પ્રસંગોનું એમનું આલેખન લોકોનાં મન પર છાપ પાડી જતું. વળી રાષ્ટ્ર પ્રત્યેનો લગાવ એવો કે દેશભક્તિની ગાથા એમની કૉલમમાં અવશ્ય આવતી. એમના મતે 'રાષ્ટ્ર એટલે બધાનો સમન્વય. એને સંસ્કાર, સંસ્કૃતિ ને સાહિત્ય પણ જોઈએ જ. એમાંનું એક પણ અધૂરું હોય તે રાષ્ટ્ર ન કહેવાય.’ આ વિભાવનાને લક્ષમાં રાખીને એમણે આજીવન લેખનકાર્ય કર્યું અને વાચકની રુચિને કૉળી તો એમની પ્રીતિ સંપાદન પણ કરી. રંગદર્શિતા કે રસિકતાનો વિકાસ એ જ માત્ર સાહિત્યનું કામ નથી. શક્ટાલ દ્વારા મૂલ્યનિષ્ઠ જયભિખ્ખુ સમાજને કહે છે : 'મગધનો યોદ્ધો યુદ્ધનો થાક ઉતારવા બંસરી બજાવે, એ ભલે યોગ્ય લેખાય, પણ બંસરીનો નાદ એને રાષ્ટ્ર તરફ બેદરકાર બનાવે એ મને ન રુચે. મગધની રમણીઓ ભલે કાવ્યની છોળોમાં નાહતી રહે, પણ


૧૯
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ