પૃષ્ઠ:Jaybhikhkhu Biography.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંડિત સુખલાલજી અને શ્રી શંભુભાઈ શાહ (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય) સાથે

વિધાતાનું સ્થાન માનવયત્નના ઉત્તરાર્ધમાં છે. પૂર્વાર્ધમાં તો સદા પુરુષાર્થની જ પૂજા થાય છે.' 'વિક્રમાદિત્ય હેમુ નવલકથા 'કલાના સત્યના નમૂનારૂપ' કથાકૃતિ છે. એમણે સત્તર નવલકથાઓ લખી હતી. મોટેભાગે જૈન કથાનકનો વિનિયોગ કરીને એમણે કથાસાહિત્ય રચ્યું હતું.

આ સંદર્ભે પંડિત સુખલાલજીએ લખ્યું છે કે, 'જૈન કથાસાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષે એવા સંસ્કારવાળું કથાસંવિધાન કરનાર હું જાણું છું ત્યાં સુધી જયભિખ્ખુ એક જ છે. પરંતુ એમનો વાચકવર્ગ જૈન ઉપરાંત જૈનેતર પણ રહ્યો છે. વળી એમણે આશ્ચર્ય થાય તે રીતે જૈનેતર કથાનો આધાર લઈને 'પ્રેમભક્ત કવિ જયદેવ' જેવી નવલકથાનું લેખન કર્યું હતું. આ કૃતિના સંદર્ભે ધીરુભાઈ ઠાકરે એમને 'મોરના પિચ્છધરનો વંશજ' તરીકે ઓળખાવ્યા હતા. જૈનેતર કથાનો સાથે વિનિયોગ એમની સિદ્ધિ લેખાય. આ નવલકથા તો 'કોઈ ખંડિત કલેવરોમાંથી નવી ઇમારત' સર્જાઈ હોય તેવી છે. “ભાવાનુકૂળ શિષ્ટમધુર શૈલીબળથી' આલેખાયેલી આ નવલકથા સફળ કથાકૃતિ છે. આ કથાકૃતિનો આધાર લઈને


૨૪
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ