આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
| ૧૯૦૮ : |
ર૬મી જૂને જન્મ, મોસાળ વીંછિયા જન્મ-નામ : બાલાભાઈ |
| ૧૯૧૩ : |
પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ વીંછિયામાં; પછી બોટાદમાં, વરસોડામાં - સાત ધોરણ સુધી |
| ૧૯૨૪ : | માધ્યમિક શિક્ષણ ટ્યૂટોરિયલ હાઇસ્કૂલ, અમદાવાદ |
| ૧૯૨૫-૨૮ |
જૈન ધર્મનું શિક્ષણ - શિવપુરી - ગ્વાલિયર - તર્કભૂષણની પદવી |
| ૧૯ર૯ : |
લેખનનો પ્રારંભ શ્રી વિજયધર્મસૂરિજીનું જીવનદર્શન' લખ્યું |
| ૧૯૩૦ : | મે મહિનામાં જયાબહેન સાથે લગ્ન |
| ૧૯૩૦ : |
નોકરી ન કરવાની પ્રતિજ્ઞા, કલમના આશરે જીવવું તથા પિતૃક સંપત્તિ ન લેવાનો નિર્ણય |
| ૧૯૩૧ : | લેખન-પત્રકારત્વ |
| ૧૯૩૩ : | અમદાવાદમાં સ્થાયી થયા, માદલપુરમાં રહેઠાણ |
| ૧૯૩૪ : |
શારદા મુદ્રણાલયમાં બેઠક 'જૈન-જ્યોતિ' સાપ્તાહિકના તંત્રી કૉલમની શરૂઆત 'રવિવાર'માં |
૩૯
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ