પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૯ ]


અલીગઢમાં એક દિવસ એક પંડિત મંદિરના ચબૂતરા ઉપર બેસીને સ્વામીજીની સાથે શાસ્ત્રાર્થ કરવા મંડ્યો. સ્વામીજીના કરતાં યે ઉંચા બેસણાનો આ ઘમંડ બીજા સજ્જનેાથી ન સહેવાયો. પંડિતને તેઓ સભ્યતાની રીત સમજાવવા લાગ્યા. પણ હઠીલો પંડિત પલળ્યો નહીં. સ્વામીજીએ પ્રસન્ન વાણીમાં લોકોને કહ્યું કે “શા સારૂ એ બિચારા જીવને સતાવો છો ? એમાં કશી હાનિ નથી. ભલેને એ પંડિત ઉંચે આસને બેઠા. ઉંચા આસનથી જ કંઇ કોઈને મહત્તા મળી જતી નથી. એમ તો જુવોને, પેલો કાગડો તો પંડિતજીના કરતાં યે ઉંચેરો પેલા ઝાડ ઉપર બેઠો છે !'

સાંભળીને પંડિત મહાશય નીચે પધાર્યા.

દિનાપુર શહેરમાં મુસલમાનોએ સ્વામીજીના આંદોલન ઉપર કોપ-દૃષ્ટિ કરવા માંડી છે. ભક્તોએ કહ્યું, “મહારાજ, એ લોકોની વિરૂદ્ધ આપ કાંઈ ન બોલશો. વાતવાતમાં તેઓ લડવા ખડા થઇ જાય છે.” તે વખતે તે સ્વામીજી કાંઇ ન બોલ્યા. પણ સાંજ રે ભરસભામાં તેમણે ઉચ્ચાર્યું કે-

“છોકરાઓ મને કહે છે કે મુસલમાન મતનું ખંડન ન કરો. પણ હું સત્યને શી રીતે છુપાવું? વળી જ્યારે મુસલમાનોનું પરિબલ ચાલતું હતું ત્યારે તેએાએ તો આપણું ખંડન ખડ્ગથી કર્યું હતું. છતાં આશ્ચર્યની વાત છે કે આજે મને તો શબ્દોથી યે ખંડન કરવાની મના થઇ રહી છે !"

'સ્વામીજી !' એક કૃષ્ણભક્ત ચપટી ધૂળ લઈને આવ્યો, 'સ્વામીજી ! કૃષ્ણ ભગવાને બાળપણમાં માટી ખાધી હતી, એટલે હું એ બાળ-લીલાની આ પ્રસાદી આપને ચખાડવા આવ્યો છું.