પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૧]
સ્વમાન-પ્રેમી

જમાલપુર જંકશનના ચોગાનની અંદર સ્વામીજી એક વાર ગાડીની રાહ જોતા જોતા ટેલી રહ્યા છે. એક અંગ્રેજ એન્જીનિયર પણ પોતાની પત્ની સહિત ત્યાં ઉભો છે. આ કૌપીનધારી, સાધુને પોતાની સમક્ષ નિર્લજ્જપણે ટેલતો દેખીને સાહેબને ગુસ્સો ચડ્યો. તેના ગોરા ભરથારે સ્ટેશનમાસ્તરને આજ્ઞા કરી કે 'આ નાગડાને અમારી નજર બહાર હટાવો.'

સ્ટેશનમાસ્તર તો મહર્ષિજીને એળખતો હતો. એણે આવીને સ્વામીજીને યુક્તિપૂર્વક વિનવ્યા કે 'મહારાજ, ગાડીને હજુ વાર છે. આપ પેલી બાજુ આવીનેખુરશી પર જરા આરામ કરશો ?'

સ્વામીજી સમજી ગયા; બોલ્યા કે 'જેણે આપને મારી પાસે મોકલ્યો છે તેમને જઈને કહો કે અમે તો એ યુગના મનુષ્ય છીએ, કે જે યુગમાં તમારા દાદા આદમ અને દાદી હવા, એડનના બગીચામાં તદ્દન નગ્ન શરીરે રઝળવામાં જરા યે લજ્જા નહોતાં પામતાં !'