પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૪]


એક દિવસ સ્વામીજીના રસોયાનો કાકો મહેમાન આવ્યો. એ પોતાના ભત્રિજાને ભંભેરવા લાગ્યો કે 'તારો સ્વામી જમી રહ્યા બાદ તારે જમવું પડતું હશે. એ રીતે તો રસોઈ અજીઠી બની ગઈ ગણાય. માટે હવેથી તું સ્વામીજીને ચેાકાની બહાર બેસાડીને ભેાજન દેતો જાજે.'

ત્યાં તો સ્નાન કરીને સ્વામીજી આવી પહોંચ્યા. આવીને પોતાની મેળે જ ચેાકાની બહાર બેસી ગયા, બહાર જ થાળી મંગાવી.

રસાયો પૂછે છે 'મહારાજ, ત્યાં કેમ બેઠા ?'

'ભાઈ, તને અને તારા કાકાને તો ન્યાત બહાર મૂકાવાનો ભય છે. પણ હું તો હરકોઈ ઠેકાણે ભેાજન પામી શકીશ. મને કશો ડર નથી. તમને હું શા માટે નાહક જોખમમાં ઉતારું?'

રસાયો તાજ્જુબ બન્યો. સ્વામીજીએ વાત શી રીતે જાણી લીધી ! ન સમજી શકાયું.