પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૯૬ ]


ફરૂકાબાદની બજારમાં એક સડક પહોળી થઈ રહી હતી. સડકને કાંઠે એક મઢી હતી. એ મઢીમાં લોકો હમેશાં ધૂ૫દીવો કરતા હતા. અંધશ્રદ્ધાળુ આર્યસમાજીએ આવીને સ્વામીજીને સૂચવ્યું કે “મહારાજ, સ્કોટ સાહેબ આપને અત્યંત આધીન બની ગયા છે, એમને લગાર ઈસારો કરો તો લોકોના વહેમોને નાહક પોષી રહેલી આ મઢીને સહેલાઈથી ઉખેડી શકાશે.'

સ્વામીજીએ કોચવાઇને ઉત્તર વાળ્યોઃ 'બંધુ આવી ઉંધી મોંપાટ મને કાં લેવરાવો ? એ તો નીચતાનો રસ્તો કહેવાય. મુસલમાન બાદશાહોએ સેંકડો મંદિરને મૂર્તિઓ સાથે જમીનદોસ્ત કરી નાખ્યાં, તો યે તેએા મૂર્તિ-પૂજાને અટકાવી નથી શક્યા એ વાત કાં ભૂલી જાઓ ! આપણું કામ તો ભાઈ, મનુષ્યોના હૃદય-મંદિરમાંની મૂર્તિઓને હટાવવાનું છે, ઇંટ-પત્થરનાં દેવાલયો તોડવાનું નહિ.'

મુરાદાબાદના પાદરી પાર્કર સાહેબે મહર્ષિજી સાથે પંદર દિવસ સુધી ધર્મ-ચર્ચા ચલાવી. છેલ્લો સવાલ એ હતો કે “સૃષ્ટિ સરજાઈ ક્યારે ?"

પાદરી સાહેબ કહે 'પાંચ હજાર વર્ષો પૂર્વે.'

બાજુના ખંડમાંથી એક બિલોરી પત્થર લાવીને મહારાજે શ્રોતાઓની સન્મુખ ધર્યો. બ્રિટિશ ઈન્ડીઅન એસોસીએશનના સભાસદો બેઠા હતા તેમને સ્વામીજીએ પૂછ્યું 'આપ તો ભૂસ્તર વિદ્યાના પારગામી છો. કૃપા કરીને કહો જોઉં, આ પત્થરને આ દશાએ પહોંચતાં કેટલો કાળ લાગ્યો હશે ?'

'એક લાખ વર્ષો.' વિદ્વાન ગોરાઓએ ઉત્તર દીધો.

'તો હવે બોલો પાદરી મહાશય, સુષ્ટિ સરજાયે પાંચ જ હજાર વર્ષ થયાં હોય તો આ પત્થર ક્યાંથી આવી પડ્યો ?'

પાદરીની જીભના લોચા વળવા લાગ્યા.