પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૧]

મૃત્યુંજય

'ઝેર દઈને કે હથીઆર ચલાવીને જો કોઈ મને નહિ મારી નાખે, તો આ મારો દેહ મનુષ્યની આવરદાની છેલ્લામાં છેલ્લી અવધિ સુધી જીવત રહેશે, લગારે કરમાશે નહિ, ઢીલો પણ પડશે નહિ.'

મૃત્યુ સામેનો આ પડકાર સાઠ વર્ષની ઉંમરે મહર્ષિજીએ જોધપૂરનગરમાં ઉચ્ચાર્યો.

રાવ રાજા તેજસિંહ જેવા જોરાવર સેવકો કોઈવાર સ્વામીજીના પગ ચાંપવા બેસતા અને એ પગની પીંડીએામાં આંગળી ખૂંચાડવા મથતા, પણ એ પીંડીઓના લોખંડી ગઠ્ઠાઓ ઉલટા તેઓની આંગળીઓને સમસમાવી મૂકતા. મૃત્યુ બેઠું પડીને પાછું વળી જાય એવો એ પહાડી દેહ આર્યધર્મના અમર સ્થંભ સરખે ઉભો હતો. પરંતુ વિધાતા એ વખતે રડી રહ્યો હશે.

ત્રણ ત્રણ વાર રૂબરૂ આવીને જોધપૂર-નરેશ જશવંતસિંહજીએ સ્વામીજીને પોતાના દરબારમાં પગલાં કરવા વિનવ્યા. એ વિનવણીને વશ થઈ એક દિવસ સ્વામીજી દરબારમાં દાખલ