પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦૨]

થાય છે તો રાજાજીની પાસે વારાંગના 'નન્નીજાન'ને બેઠેલી ભાળી. સ્વામીજીને આવતા દેખીને તૂર્ત જશવંતસિંહજીએ ઈશારત કરી. નન્નીજાન પાલખીમાં પેસી ગઈ. ઝપાટાભેર પાલખી દરબારગઢમાંથી અલોપ થઈ ગઈ.

સ્વામીજીએ એને જોઈ લીધી, એમનું હૃદય વીંધાવા લાગ્યું. લગારે થડક્યા વગર નિર્ભય યોગીએ ફિટકારનો ધોધ વહેતો કર્યો કે 'જોધાણનાથની આ દશા ? રાજન્ ! કેસરીસિંહની ગુફામાં કુતરીઓ દાખલ થઈ શકે ? અરે એ વેશ્યાઓને પેટે જન્મેલી રાજપુત્રીઓ પણ ધંધો કયો કરવાની ? વેશ્યાનો ! પોતાના જ વીર્યના સંતાનને વારાંગના બનાવવા રાજી હોય એવો કોઈ માનવી હશે ? જોધપુરના ધણી ! આપને આ ન છાજે. છોડી દો. છોડી દો.'

પીડાતે હૃદયે સ્વામીજી ચાલ્યા ગયા, તે દિવસ સાંજરે ભરી સભામાં પોતે બોલ્યા કે 'આપણા દેશના મોટા પુરૂષોનું સત્યાનાશ તો ક્યારનું યે વળી ગયું હોત. પરંતુ તેએાના પાપના માચડા તો તેઓના ઘરમાં રહેલી પેલી જોગમાયા જેવી પત્નીએાના પતિવ્રતને લીધે જ હજુ ટકી રહ્યા છે. કુલવંતી એ આર્ય સતીઓએ જ પોતાના ધર્મ વડે પાપી ભરથારોની રક્ષા કરી છે.'

મહારાજા પ્રતાપસિંહજીને સ્વામીજીએ નીચે પ્રમાણે પત્ર લખ્યોઃ

માન્યવર શુરવીર મહારાજા શ્રી પ્રતાપસિંહજી ! આનંદિત રહો. આ પત્ર બાપુને પણ વંચાવજો.

મને બહુ જ શોક થાય છે કે જોધપુરાધીશ અત્યારે આળસ વગેરે વિલાસમાં ગરક છે અને આપ તથા બાપુ પણ બિમારજ રહો છો. આ રાજ્યમાં સોળ લાખથી વિશેષ વસ્તી