પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશકનું નિવેદન

સ્વામી શ્રી દયાનન્દ સરસ્વતીના જીવન ચરિત્રના પુસ્તકના નિવેદનમાં એ મહર્ષિને ઓળખાવવા માટે કાંઈ લખવું એ સ્વયં પ્રકાશિત સૂર્યને ઓળખાવવાની ઘૃષ્ટતા કરવા જેવું છે. એ જગતવંદ્ય મહાપુરુષ તે પોતાના બ્રહ્મચર્ય અને જ્ઞાનબળ ત્યાગ અને તપ ક્ષમા અને દયા તથા પોતાના યોગબળ અને આર્યદ્રષ્ટિ વડે જ સર્વત્ર પ્રસિદ્ધ થઈ ગયેલા છે. તેમની જીવન કથા સ્વયં તેમના અગાધ આત્મબળનું પ્રદર્શન કરે છે. અમારે તો આ નિવેદનમાં આત્મપરિક્ષણ કરવું છે. મુંબઈ પ્રદેશ આર્ય પ્રતિનિધિ સભાની સ્થાપના સને ૧૯૦પની સાલમાં થઈ અને તે સમયથી પ્રાંતની આર્ય સમાજોનું સંગઠ્ઠન થયું અને પ્રાંતમાં વેદના જ્ઞાન-પ્રકાશનો લાભ જનતાને આપવાનો આરંભ થયો. પ્રતિનિધિ સભાના આરંભકાળથી જ પ્રાંતમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો દ્વારા જનસમાજમાં ધર્મ વિષે ફેલાયલા અંધકારને દૂર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા પાયા પર અનેક પરિષદો ભરીને લોકોમાં ધર્મની જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એ સમયે સભાનું આ કાર્ય જેમણે નજરે જોયું છે તે સર્વ તેના આ કાર્યનાં મુક્ત કંઠે વખાણ કરે છે.

શરૂઆતથી સભા સાપ્તાહિક 'આર્યપ્રકાશ' નામનું પત્ર ચલાવે છે, તે પત્ર દ્વારા પણ વેદના સિદ્ધાંતોનો પ્રચાર કરવાનો પ્રયત્ન ચાલુ જ છે, પરંતુ પુસ્તકો પ્રસિદ્ધ કરવાના કાર્યને આ સમયે જોઈએ તેવો વેગ આપી શકાયો નહોતો. સભાને સને ૧૯૨૫ની સાલમાં "પ્રીન્ટીંગ પ્રેસ" દાનમાં મળ્યું, તે સમયથી