પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬]

મૂળશંકરના મનમાં ભારી મૂંઝવણ ઉભી થઈ, મૂળશંકર મૂર્તિ પૂજક શૈવ મટી, મૂર્તિપૂજા સામે બંડ જગાવનાર દયાનન્દ સરસ્વતી જન્મવાની ઘડી આવી પહોંચી.

વિહ્વળ બનેલા મૂળશંકરે, તેના સંશયો રોકી નહીં શકવાથી, પિતાને જગાડ્યા અને વિનયપૂર્વક મનમાં ઉભરાતી બધી આશંકાઓના ઉત્તર માગ્યા. પિતા પુત્રના મનનું સમાધાન કરી શક્યા નહીં. થોડો ડારો, અને થોડા જવાબો આપી, મૂળશંકરને માળા ફેરવવા બેસી જવા આજ્ઞા દીધી, મૂળશંકર પાછા શિવાલયના ખૂણામાં બેસી ગયો. પિતાજી પાછા પોઢી ગયા.

પણ પિતાના અપૂર્ણ ઉત્તરોથી મૂળશંકરનો વિરોધ શાન્ત ન થયો, ઉલ્ટો ઉગ્ર બન્યો. તેનો નિર્ણય થઈ ચૂક્યો કે આ શિવજી ન હોય, આ પાષણ છે, પિતાને ઉંઘતા મૂકી મૂળશંકર એકદમ ઉભો થયો, અને એ અંધારી રાતે, નદી અને સ્મશાન વીંધીને એકલો ઘેર દોડી ગયો. ઘેર પહોંચીને માતાને જગાડી અને ઉપવાસ તોડ્યો, પછી આખી રાત આ પ્રસંગ ઉપર વિચાર કરતો પથારીમાં આળોટ્યો. મૂળશંકરના જીવનમાં ચૈાદ વર્ષની વયે બનેલી આ ઘટનાએ આર્ય સમાજના સ્થાપકમાં મૂર્તિનો વિરોધ જન્માવ્યો.

એ મહાશિવરાત્રિ પછી બીજી બે એવી શિવરાતો ચાલી ગઈ એ બે વર્ષ દરમ્યાન મૂળશંકરના જીવનમાં કોઈ મહત્વનો બનાવ ન બન્યો. એનો મૂર્તિવિરેાધ માત્ર મનમાં જ દૃઢ બનતો જતો હતો. કુટુમ્બને કે આસપાસની દુનિયાને મૂળશંકરના એ મનેામન્થનની ભાળ નહોતી. મૂળશંકર કિવચિત્ જ શિવમંદિર જતો. તેનો સંસ્કૃતનો અભ્યાસ પિતાની દેખરેખ નીચે વધતો; હતો. બીજી તરફથી કરસનજી મહારાજે મૂળશંકરને જમીનના અને ધીરધારના કામની કેળવણી આપવાનું શરૂ કર્યું હતું. પણ