પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૯]

શિક્ષણ અર્થે હિન્દી ભાષામાં પત્રિકાઓ કાઢી અને પુસ્તકો લખવાં. વેદના સંસ્કૃત ગ્રંથોનું હિન્દી ભાષાન્તર કરવું અને તેમનો સાચો અર્થ સમજાવનારાં સરળ ભાષ્યો રચવાં.

આ કાર્યક્રમ લઇને, ૧૮૬૮ની આખરમાં મહર્ષિ પાછા ગામે ગામ ભટકવા નીકળી પડ્યા. પ્રથમ એ કનોજ ગયા. ત્યાં પહેલું વ્યાખાન આપી મહર્ષિ ફરૂકાબાદ ઉપડ્યા. ત્યાંથી આસપાસનાં ગામડાંમાં વેદધર્મનો જયનાદ ગજવાતા મહર્ષિ ૧૮૬૯ ના જુલાઈમાં કાનપુર આવ્યા. કાનપુર પહોંચીને મહર્ષિએ વેદધર્મના પ્રચારાર્થે પત્રિકા પર પત્રિકા પ્રગટ કરવા માંડી અને વ્યાખ્યાન ઉપર વ્યાખ્યાન આપવા માંડ્યાં.એ બધાંમાં મહર્ષિએ એક જ પ્રચંડ ઘોષણા કરી કે “વેદધર્મ એક ઇશ્વરમાં જ માને છે, વેદધર્મ મૂર્તિ પૂજામાં નથી માનતો; વેદશાસ્ત્ર એ એકજ સાચું આધારભૂત ધર્મશાસ્ત્ર છે; પુરાણ કે ભાગવત નહીં.” મહર્ષિજીની આ ઘોષણાઓ સ્થિતિચૂસ્ત પક્ષમાં ભારે લોભ ઉત્પન્ન કર્યો.

તેમને ભય પેઠો કે આ સંન્યાસી સનાતન ધર્મનું સત્યાનાશ વાળી નાખશે. તેમણે દયાનન્દજીના સંબંધમાં લોકોમાં ખોટી અફવાઓ ફેલાવવા માંડી કે એ સાધુ ખ્રીસ્તી ધર્મનો પાદરી છે અને સનાતન ધર્મને - મૂર્તિપૂજાને વગેાવી હિન્દુઓને ખ્રીસ્તી બનાવવા આવ્યો છે. તેમણે હિન્દુઓને દયાનન્દજીના વ્યાખ્યાનમાં જવાની મના કરી અને જે કોઈ એવી સભામાં હાજરી આપે તેમને નાતબહાર મૂકવા માંડ્યા. કેટલાયને એ ગુન્હા બદલ પ્રાયશ્ચિત્ત લેવરાવ્યાં. અને એ છતાં, દયાનન્દજીની સભામાં હજારોની સંખ્યામાં હિન્દુઓ હાજરી આપતા.

સ્થિતિચૂસ્તોએ દયાનન્દજીની સામે તેમનાથી બની તેટલી ગેરસમજૂતિ ઉભી કરી, છતાં દયાનન્દજીનું પ્રચારકાર્ય જોશભેર આગળ વધવા માંડ્યું અને પુરાણીઓનું પોલાણ પણ દિવસે દિવસે ઉઘાડું પડવા માંડ્યું. આખરે તેમને દયાનન્દજીની સાથે શાસ્ત્રાર્થ ઉપર વિવાદ ગોઠવવો