પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૨]

આપવા માંડ્યાં. વ્યાખ્યાનમાં બ્રહ્મોસમાજના અને શિક્ષિત વર્ગના કેટલાયે પ્રતિષ્ઠિત પુરૂષો અને સ્ત્રીઓ હાજરી આપતાં. દયાનંદજી સંસ્કૃતમાં વ્યાખ્યાન કરતા. તેમના કેટલાક વિચારોની સાથે શિક્ષિત શ્રેાતૃવર્ગ ને મતભેદ રહેતો, છતાં મહર્ષિજીની વિદ્વતા અને વક્તૃતા ઉપર તો સૌ વારી જતા.

મહર્ષિજીનાં વ્યાખ્યાનોથી આકર્ષાઈને કેશવચંદ્ર સેન, દેવેન્દ્રનાથ ઠાકુર અને એવા સુક્ષિશિત બંગાળી અગ્રેસરો મહર્ષિજીની મુલાકાત અર્થે વારંવાર તેમને ઉતારે આવતા. કેશવચંદ્ર સેન અને દયાનંદજી એ બંન્ને પુરૂષવરો વચ્ચે તો જાણે પ્રેમ બંધાઇ ગયો. પછી તો કેશવચંદ્ર સેનના સૂચનથી દયાનંદજીએ 'દાર્શનિક તત્ત્વજ્ઞાન' અને 'સાંખ્ય દર્શન' ઉપર વિદ્વતાભર્યા વ્યાખ્યાનો આપી સૌને ચક્તિ કરી દીધા. મહર્ષિજીના સંસ્કૃત વ્યાખ્યાનનાં ભાષાન્તર કરનારાઓ ખૂબ જ ભૂલો કરતા હોવાથી, કલકત્તાથી મહર્ષિજીએ હિન્દીમાં વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું અને છેલ્લાં થોડાં વ્યાખ્યાન હિન્દીમાં જ આપ્યાં. કલકત્તાથી ચાર માસ રહી મહર્ષિ ૧૮૭૩ના એપ્રીલમાં મુંબઈ જવા નીકળ્યા.

પ્રથમ મહર્ષિજી હુબલી આવ્યા. ત્યાં પંડિત તારાચરણ સાથે મૂર્તિપૂજા ઉપર વિવાદ થયો. હુબલીથી કાનપુર આવ્યા અને કાનપુરથી ફરૂકાબાદ આવ્યા. ફરૂકાબાદમાં મહર્ષિજીએ વાયવ્ય પ્રાન્તના લેફટેનન્ટ ગવર્નર સર ચાર્લ્સ મુરની મુલાકાત લીધી અને તેને હિન્દુરતાન જેવા ખેતીપ્રધાન દેશ માટે ગૌરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું. મહર્ષિજીએ એ અંગ્રેજ શાસકને ગૌરક્ષાના કાયદા કરવા સૂચન કર્યું અને એ અંગ્રેજે, એ દિશામાં પોતાથી બનતું કરવા મહર્ષિજીને વચન આપ્યું.

ત્યારબાદ મહર્ષિજી અલીગઢ, વૃન્દાવન, મથુરા વગેરે અનેક હિન્દુ ધર્મનાં પામોમાં ભટક્યા અને એ બધે સ્થળે સાચા