પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૪]

આમ એક નિષ્ફળતા પછી બીજી નિષ્ફળતા મેળવવાજ મુંબઈના પુરાણમાર્ગી પંડિતોએ દયાનંદજીની સામે ચોવીસ સવાલોવાળી એક નનામી પત્રિકા પ્રસિદ્ધ કરી.

એ પત્રિકા દુર્લક્ષ કરવાને લાયક હતી,છતાં દયાનન્દજીએ એમાંના બધા સવાલોના જવાબ દીધા. અને પંડિતોનાં મુખ બંધ કરી દીધાં.

મુંબઈમાં મહર્ષિજી બે માસ રહ્યા, દરમ્યાન તેમનાં વ્યાખ્યાનોએ અને રૂઢિધર્મ ઉપરના તેમનાં સમક્ષ આક્રમણોએ નવા તૈયાર થતા સુધારક પક્ષને ખૂબ જોર આપ્યું. ત્યારબાદ મહર્ષિજી થોડા દિવસ અમદાવાદ અને રાજકોટ જઈ આવ્યા, કહેવાય છે કે મહર્ષિજી રાજકોટથી એક રાત તેમના વતન ટંકારા જઈ આવેલા. એમ પણ કહેવાય છે કે મહર્ષિજીની એક મહેચ્છા તો તેમની સુધારક પ્રવૃત્તિઓની શરૂઆત તેમની જન્મભૂમિકા કાઠિયાવાડમાં કરવાની હતી, એટલા માટે જ તે રાજકોટ તરફ ગયેલા, પણ તેમને કાઠિયાવાડમાં જરા યે અનુકૂળ વાતાવરણ ન દેખાયું. એટલે મહર્ષિજી ૧૮૭૫ના જાન્યુઆરીની ૧૮મી તારીખે પાછા બીજી વખત મુંબાઈ આવ્યા, મહર્ષિજીએ ત્યાર પછી જન્મભૂમિ તરફ - કાઠિયાવાડ તરફ, તેમના જીવનમાં, ફરીવાર પગલાં કર્યા જ નહીં.

હરદ્વારના મેળામાંથી હતાશ થઈ વધુ સામર્થ્ય માટે અરણ્યમાં ચાલી નીકળેલા મહર્ષિજીના બીજી વારના પ્રયત્નોનો પણ એક દશકો પૂરો થવા આવ્યો. મહર્ષિજીએ અજબ હિંમતથી અને અદ્વિતીય ચાતુર્યથી તેમનો વેદ-સંદેશ ગામેગામ પ્રચાર્યો. મહર્ષિજીએ હિન્દુ ધર્મનાં તીર્થધામોમાં જઈ વિવાદો ચલાવ્યા, પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યા, મહર્ષિજીએ મૂર્તિપૂજાને તુચ્છકારી કાઢી અને એક ઈશ્વર અને એક ધર્મશાસ્ત્રના સનાતન સત્યની