પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૫]

ઘોષણા કરી. એકલો માણસ જેટલું કરી શકે તેટલું બધુંયે મહર્ષિજીએ એક દશકા સુધી કર્યું. એ સંચલનથી મહર્ષિજીએ પુરાણધર્મની ઇમારતના પાયા ડોલાવી મૂકવાની આશા રાખેલી, પણ એ પાયા ઉંડા નીકળ્યા. અવની અને આકાશ એક કરી શકે એવા અમાનુષી શક્તિશાળી પુરૂષથી પણ ન ડગમગે એટલા ઉંડા અને સુદૃઢ એ પાયા હતા પણ દયાનન્દજીએ એ ઈમારતને જમીનદોસ્ત કરવાનો જીવનધર્મ સ્વીકાર્યો હતો. એટલે તેમણે તેમનો હલ્લો વધારે સમર્થ બનાવી નવો માર્ગ શોધવા માંડ્યો.

અત્યારસુધીના મહર્ષિજીના નિરંતર પ્રવાસે અને દેશમાં પ્રસરતી જતી વિધવિધ સુધારક પ્રવૃત્તિઓના એમના પરિચયે મહર્ષિને કેટલાયે નવા અનુભવો આપેલા. મહર્ષિજીએ એમના જેવું કાર્ય હાથ ધરી રહેલા બંગાળના બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજ જોયા, તેમના સ્થાપકની અને સંચાલકોની કાર્યપ્રણાલી જોઈ, એ બધા ઉપરથી મહર્ષિજીને લાગ્યું કે તેમનું જીવનકાર્ય પાર ઉતારવા અને ભવિષ્યમાં એ જુસ્સો ટકાવી રાખવા એક સંસ્થા જોઈએ. મહર્ષિજીના એ વિચારને પરિણામે ૧૯૭પના એપ્રીલ માસની ૧૦મી તારીખે મુંબાઈમાં આર્યસમાજની સ્થાપના થઈ. મુંબઈના પ્રજાજનોની જાહેરસભાએ આર્યસમાજના અઠ્ઠાવીશ નિયમો નક્કી કર્યા. એ નિયમોમાં ૧૮૭૭માં મહર્ષિજીના હસ્તે સુધારાવધારા થયા પછી, આજે આર્યસમાજમાં નીચેના દસ સિદ્ધાન્તોનું શાસન ચાલે છે.

૧. સર્વ સત્યવિદ્યા અને જે વસ્તુઓ સત્યવિદ્યાથી જાણી શકાય છે તે બધાનું આદિ મૂળ પરમાત્મા છે.

ર. ઈશ્વર સચ્ચિદાનન્દ સ્વરૂપ, નિરાકાર, સર્વ શક્તિમાન્, ન્યાયકારી, દયાવન્ત, અનન્ય, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર,