પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજયને શિખરે

હિન્દુત્વને હણનારા શત્રુ-દળની સામે એકલે હાથે સંગ્રામ ખેલવાના સ્વામીજીના એ દોહ્યલા દિવસો હવે પૂરા થયા. આશરે એક દશકાના અખંડ અને અડગ રણસંગ્રામ પછી સ્વામીજીના ઝંડા નીચે સૈનિકો જમા થવા લાગ્યા. ઠેરઠેર સ્વામીજીને શિષ્યો અને અનુયાયીઓ મળવા માંડ્યા. સ્થળે સ્થળે સ્વામીજીના આર્યસમાજની શાખાઓ ઉઘડવા લાગી. મુંબઈમાં પ્રથમ આર્યસમાજ સ્થાપ્યા પછી:સ્વામીજીની જીવન- અવધ માત્ર એક દશકમાં જ લંબાઈ; ૫ણ એક દશક દરમ્યાન તો આર્યસમાજના મૂળ આર્યાવર્તમાં ઠેઠ પાતાળ સુધી ઉંડા ઉતરી ગયા. સ્વામીજીના જીવનકાર્યની સિદ્ધિનો દિવસ જાણે નજીક આવી પહોંચ્યો.

મુંબઇમાં આર્યસમાજનાં મૂળ નાખ્યા પછી, મહર્ષિજીએ પ્રથમ કામ એ સંસ્થાની શાખાઓ પાથરવાનું જોશભેર ઉપાડ્યું; અને એ અર્થે મહર્ષિ મુંબઈથી પુના ગયા. પુનામાં તેમણે પંદર વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનેાએ એ મરાઠા પાટનગરના સુશિક્ષિત નરનારીઓને મુગ્ધ કરી દીધાં. પુનામાં