પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૪૦]

વિકસી રહ્યું છે. મહર્ષિજીનો પંજાબનો પ્રવાસ એવાં અજબ કાર્યનો સાધક બની ગયો.

લાહોરમાં વ્યાખ્યાનમાળા વાંચી અને આર્યસમાજની સ્થાપના કરી, “મહર્ષિજી અમૃતસર, ગુરુદાસપુર, મુલતાન, બટાલા, ફિરોઝપુર, રાવળપીંડી; જેસલ, ગુજરાત, વજીરાબાદ વગેરે સ્થળોએ ફર્યા. મહર્ષિજી જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં, વિવાદ-સભાઓ આમંત્રી, વેદના સત્યાર્થની પત્રિકાઓ વહેંચી અને પરિણામે અનુયાયી સંઘ જમાવી આ સમાજની શાખાઓ સ્થાપી એ રીતે મહર્ષિજીનું ૧૮૭૭નું આખું વર્ષ પંજાબમાં વીત્યું.

પંજાબથી નીકળી મહર્ષિજી ૧૮૭૮માં આગ્રા અને અયોધ્યામાં પ્રાંતોમાં ફર્યા. ત્યાં પણ પંજાબના જેવો જ કાર્યક્રમ અનુસર્યા. પણ ત્યાં પજાંબ જેટલી સફળતા ન મળી. ૧૮૭૯માં મહર્ષિજી દિલ્હી ગયા અને ત્યાં ખ્રીસ્તી ધર્માચાર્યો સાથે ધર્મ- વિવાદ ચલાવ્યો. તેમાં મહર્ષિજીને વિજય મળ્યો. બરેલીથી મહર્ષિજી શાહપુર, લખનૌ, કાનપુર, ફરુકાબાદ, પ્રયાગ, મિરજાપુર થઈ ૧૮૮૦ માં મીરત ગયાં. મીરતમાં થીઓસોફીના સ્થાપક કર્નલં ઓક્લોટ અને મેડમ બ્લેવેટ્‌સ્કી મહર્ષિજીના દર્શને આવ્યા. ,અહર્ષિજીનું વિજયી વ્યક્તિત્વ, એમનું અગાધ તત્ત્વજ્ઞાન અને એમની અપાર વિદ્વતા જોઇ, થીઓસોફી સમાજની સ્થાપિકા વિદુષી મેડમ બ્લેવેટ્સ્કીએ મહર્ષિજીની સ્તુતિ કરી. કર્નલ એલ્કોટે પણ મહર્ષિજીનો એટલો જ પ્રભાવ અનુભવ્યો. મીરત પછી, મહર્ષિજીએ તેમનો રાજપુતાનાનો પ્રવાસ શરૂ કર્યો.

મુંબઈ, મહારાષ્ટ્, આગ્રા, અયોધ્યા, મથુરા, કાશી, પંજાબ અને બંગાળ આર્યાવર્તનાં એ તમામ અંગોમાં હિન્દુ