પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૪૫ ]






પુરૂષવર

જીવનના દરેકે દરેક ક્ષેત્રમાં દયાનન્દ સાચા વીરનર હતા. દયાનન્દના જીવન દરમ્યાન જેમણે એમને જોયા એ સૌને એક યોદ્ધા રૂપે જ દેખાયા. અને તેમના મૃત્યુ બાદ તેમના જીવનનો અભ્યાસ કરનારાઓને પણ મહર્ષિ સત્યના એક અચળ મહારથી સ્વરૂપે જ દેખાય છે.

સત્યનું ખડ્ગ ધારી જીન્દગીભર ઝઝૂમનાર યોદ્ધાનું કઠોર જીવન છતાં મહર્ષિજીના આખા યે જીવનમાં બસ ભવ્યતા જ ઝળહળી રહી છે. નિર્મળ ચારિત્ર્ય, આરોગ્યની અને બ્રહ્મચર્યની પ્રભાથી પ્રકાશતું મુખારવિન્દ, એક કૌપીનભર, અહર્નિશ ઉઘાડા રહેતા શરીરનો બુદ્ધિ જેટલોજ પ્રખર વિકાસ, પ્રતાપી લલાટ, તીક્ષ્ણ નયનદ્વય, વિશાળ ભુજાઓ, દેહની પુરા પાંચ હાથની પહાડી ઉંચાઈ અને એક હાથમાં એથી યે ઉંચો દંડ: એ પ્રતિભાશાળી વ્યક્તિત્વ નીરખી પ્રેક્ષકોનું મસ્તક મહર્ષિજીના ચરણમાં ઢળી પડતું. મહર્ષિજીને નીરખી મહાભારતના ભીષ્મ અને રામાયણના વજ્રકાય મારૂતી સ્મરણે ચડતા. આદિત્ય બ્રહ્મચારી દયાનન્દનો એવા દુર્ઘર્ષ અને દુર્દમનીય દેહ ભાળીને