પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૧]


મહર્ષિ દયાનન્દે તેમના જીવન-કાળમાં કેવું જબ્બર ઉદ્ધારકાર્ય સાધ્યું છે અને તેમના મૃત્યુ પછી પણ એ કાર્ય કેટલું ફુલ્યુંફાલ્યું છે તેનો ખ્યાલ સરખોયે આવતાં આપણાં હૃદય એહશાનની લાગણીથી છલોછલ ભરાઈ જશે.

મહર્ષિજીએ સ્થાપેલા આર્યસમાજનીસં સ્થાએાની સંખ્યા આજે ૧૫૧૦ થઈ છે. એ સંસ્થાઓ હિન્દુસ્તાનની ચોદિશના પ્રાન્તપ્રાન્તમાં અને હિન્દુસ્તાન બહાર આફ્રિકા, અમેરિકા અને ફીઝીમાં ફેલાયેલી છે, આર્ય સમાજને ચોપડે નોંધાયેલી એ સમાજના સભાસદોની સંખ્યા ૬,૪૮,૦૦૦ ની છે. આર્ય સમાજનું ખરૂં દળ તો એ ચોપડે ચઢેલા સભાસદો કરતાં દશગણું વધારે કહેવાય. મહર્ષિજીના બોધ મુજબ જીવનમાં સુધારણા ઉતારનારા મહર્ષિજીના અનુયાયીઓ અર્ધો કરોડ હિન્દુઓ છે.

આર્યસમાજ તરફથી વાર્ષિક દોઢ કરોડ રૂપિયાને ખર્ચે પ કોલેજ, ૬૨ હાઈસ્કૂલ, ૧પ૦ મિડલસ્કૂલ, ૧૬૨ પ્રાથમિક શાળાઓ, ૧૪ર રાત્રિ શિક્ષણશાળા તેમજ ૨૮ ગુરૂકુલ, ૩૦૦ સંસ્કૃત પાઠશાળા, ૩ કન્યા ગુરૂકુલ, ૧ કન્યા મહાવિઘાલય, ૨ કન્યા વિદ્યાલય (હાઈસ્કૂલ) અને ૨૬૨ કન્યાશાળાઓ ચાલી રહી છે. એ લગભગ ૧૨૦૦ સરસ્વતી-મંદિરો આર્યસમાજીઓના દાન ઉપર જ નભે છે, એ માહેના કેટલાંયે શિક્ષણાલયોને આજે તેમની પોતાની માલિકીની લાખોની મિલકત છે. દુનિયાની સપાટી ઉપર એક પણ એવો સમાજ કે પંથ હસ્તી નથી ધરાવતો કે જેના તરફથી ૧૨૦૦ શિક્ષણાલયો, સરકારની કશીયે સહાય લીધા વિના શિક્ષણપ્રચારનું પ્રચંડ કાર્ય કરતાં હોય.

આ ઉપરાંત, આર્યસમાજ તરફથી ૪૮ અનાથાલયો, ૪૦ વિધવાશ્રમો અને ૧૪ ઔષધાલયો ચાલી રહ્યાં છે.