પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૫૫]







જ્ઞાન-પિપાસા

સિદ્ધપૂરના મેળામાં ભગવી કંથાઓનો જાણે કે મહાસાગર ઉમટ્યો છે. ભોળો બાળક પોતાના ગુરૂપદને યોગ્ય એવા કોઈ યોગીરાજને ઢુંઢી રહ્યો છે. રોજરોજ વીસ વીસ ગાઉની મજલ કાપતો એ અરણ્યો વીંધીને આવી પહોંચ્યો છે. અચાનક એના બાવડા ઉપર એક વજ્ર પંજો પડ્યો. ઉંચું જુવે ત્યાં પોતાના પિતા !

“કુલાંગાર ! તેં મારો વંશ લજાવ્યો !” એવાં કૈં કૈં વચન-પુષ્પોની વૃષ્ટિ કોપાયેલા પિતાની જીભમાંથી ચાલવા લાગી, બાળકનું માથું નીચે ઢળી રહ્યું. એની પાંપણો ધરતી ખોતરવા મંડી. આખરે ન સહેવાયું ત્યારે દોડીને પિતાના પગ ઝાલી લીધા. છળભર્યો જવાબ દીધો કે “હવે હું નહિ કરૂં !” પિતાએ તો દીકરાને માથે કડક ચોકી જ લગાવી દીધી. રાત્રિને ત્રીજે પહોરે, ઝોલાં ખાતા પહેરગીરોને “લઘુશંકા કરવા જાઉ છું" એવું સમજાવી એ નવયુગનો ગૌતમ ચાલી નીકળ્યો. લોટા સાથે બાકીની રાત એક દેવાલયના ઘુમ્મટ