પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ પ૯ ]






ક્ષમાવીર

સોંરો ગામમાં એકવાર સ્વામીજી ઉપદેશ આપી રહ્યા છે. તે વખતે એક કદાવર, પહેલવાન, વિકરાળ જાટ આવી પહેાંચ્યો. મ્હોં ઉપર રેાષ સળગે છે: ભવાં ચડી ગયાં છે: ખભા પર ડાંગ રહી ગઈ છે: લાલધૂમ નેત્રો ફોડતો ને હોઠ પીસતો એ રજપુત સભાને ચીરીને સડસડાટ સ્વામીજીની સન્મુખ આવી ઉભો રહ્યો. એના મ્ંહેામાંથી અંગાર ઝરવા લાગ્યા કે “રે ધૂર્ત, તું સાધુ થઈને મૂર્તિપૂજાનું ખંડન કરે છે? ગંગામૈયાને નિન્દે છે ? દેવોની વિરૂદ્ધ બકવાદ કરે છે? હવે બોલ જલ્દી, તારા કયા અંગ ઉપર આ ડાંગ લગાવીને તને પૂરો કરી નાખું ?

આખી સભા થરથરી ઉઠી. પણ સ્વામીજીએ તે રતિમાત્ર ચલાયમાન થયા વિના, એની એજ ગંભીર મુખમુદ્રા રાખીને હસતાં હસતાં ઉત્તર આપ્યો કે “ભાઈ ! મારો, ધર્મપ્રચાર જો તને અપરાપ લાગતો હોય તો એ અપરાધ કરનાર તો આ મારું મસ્તક જ છે, એ માથું જ મને આવી