પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૭૭]

કે 'એ સહાયને હું નહિ સ્વીકારી શકું. એથી તો લોકો મને રાજસત્તાનો નોકર અથવા તો ખ્રિસ્તીઓનો પાદરી માની બેસે !

વાઈસરોય : તો શું આપ રાજ્યની નોકરીમાં કાંઈ બુરૂં સમજો છો?

સ્વામીજીઃ હું તો સંન્યાસી છું, મેં તો પરમેશ્વર રૂપી સાચી સરકારની નોકરી જ સ્વીકારી લીધી છે.

વાઈસરોય : ત્યારે શું અત્યારની સરકારને આપ સાચી નથી માનતા?

સ્વામીજી : એટલે કે આ સરકાર પરિવર્તનશીલ છે. મને મારી ઈશ્વરી સરકારનો નિયમ તો અટલ અને એનો ઇન્સાફ અદલ છે. મનુષ્યના ન્યાયનિયમ તો સમયાનુસાર બદલે છે.


ઉદેપુરમાં મહર્ષિજી એકાન્તમાં બેઠા છે, ત્યાં મહારાણા પધાર્યા. એમણે આવીને કહ્યું 'સ્વામીજી, જો ફક્ત મૂર્તિપૂજાનું ખંડન છોડી દો તો એકલિંગ મહાદેવના મહંતની ગાદી હું આપને સાંપી દઉં. આપ લાખોની નીપજના ધણી થશો. આખું રાજ્ય આપને ગુરૂ કરી માનશે.” દુભાએલા મહર્ષિજીએ ઉત્તર દીધો, “રાણાજી, આવી લાલચ બતાવીને આપ શું મને મારા પ્રભુથી વિમુખ બનાવવા ચાહો છો? આપનું નાનકડું રાજ્ય અને કુબા જેવડો એ શિવ-મઠ, કે જેમાંથી તો હું એક જ દોટ દઈને બહાર નીકળી જઈ શકું છું. તે શું મને અનંત ઈશ્વરની આજ્ઞા ઉથાપવા જેટલા નિર્બળ બનાવી શકશે ? ફરીવાર મને આવું કહેવાનું સાહસ ન કરતા. લાખો મનુષ્યોનો પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ કેવળ મારા વિશ્વાસ પર જ ટકી રહ્યો છે, જાણો છો રાણાજી?'

તે ઘડીથી રાણાજી સ્વામીજીના પરમ ભક્ત બની ગયા.